ગુજરાતમાં પાસપૉર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં શું નવા સુધારા કરાયા? - ન્યૂઝ અપડેટ

નવા નિયમો પ્રમાણે હવે પાસપૉર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, નવા નિયમો પ્રમાણે હવે પાસપૉર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી
    • લેેખક, બીબીસી ગુજરાતી
    • પદ, નવી દિલ્હીથી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં પાસપૉર્ટ વેરિફિકેશન પ્રક્રિયામાં એક મહત્ત્વપૂર્ણ જાહેરાત કરાઈ છે.

નવા નિયમો પ્રમાણે હવે પાસપૉર્ટ વેરિફિકેશન માટે અરજદારે પોલીસ સ્ટેશન જવાની જરૂર નથી.

ગુજરાતના માહિતી વિભાગની પ્રેસ રિલીઝ અનુસાર, પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના 'ગુનાહિત ઇતિહાસ'ની જ ચકાસણી કરવાની રહે છે, અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત નથી.

ગુજરાતના પોલીસવડા જ્ઞાનેન્દ્રસિંહ મલિક દ્વારા આ માટે તમામ પોલીસ સ્ટેશનો અને અધિકારીઓને મહત્ત્વપૂર્ણ દિશા-નિર્દેશો આપવામાં આવ્યા છે.

પાસપૉર્ટ વેરિફિકેશનના સુધારાની વાત કરીએ તો હવે પાસપૉર્ટ વેરિફિકેશન સંબંધિત મુખ્ય બાબતોમાં પાસપૉર્ટ અરજદારોને વેરિફિકેશનની પ્રક્રિયા માટે પોલીસ સ્ટેશન ખાતે રૂબરૂ બોલાવવાની કોઈ આવશ્યકતા રહેશે નહીં.

પોલીસ વેરિફિકેશન દરમિયાન માત્ર અરજદારની નાગરિકતા અને તેમના 'ગુનાહિત ઇતિહાસ'ની જ ચકાસણી કરવાની રહે છે.

નવા સુધારા પ્રમાણે, પોલીસે પાસપૉર્ટ અરજદારોના સરનામાની અલગથી ચકાસણી કરવાની જરૂરિયાત રહેતી નથી.

એટલું જ નહીં, પોલીસે અરજદારને રૂબરૂ મળવાની કે અરજદારની સહી લેવાની પણ જરૂર રહેતી નથી. જે કિસ્સામાં પોલીસને કોઈ શંકાસ્પદ બાબત જણાય અથવા વધુ ખરાઈ કરવાની જરૂરિયાત લાગે, તેવા અપવાદરૂપ કિસ્સામાં જ પોલીસે રહેઠાણ સ્થળની મુલાકાત લેવાની રહેશે. જોકે આ સંજોગોમાં પણ અરજદારને પોલીસ સ્ટેશન બોલાવવા જરૂરી નથી.

યમન પાસે હુમલામાં ભારતીય ધ્વજવાળું જહાજ ડૂબ્યું, 13 ભારતીય નાવિકનો બચાવ

કહેવાઈ રહ્યું છે કે યમનના તટ પાસે એક પ્રોજેક્ટાઇલની ઝપેટમાં આવ્યા બાદ ભારતીય ધ્વજવાળું એક જહાજ પલટી ગયું અને ડૂબી ગયું (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, કહેવાઈ રહ્યું છે કે યમનના તટ પાસે એક પ્રોજેક્ટાઇલની ઝપેટમાં આવ્યા બાદ ભારતીય ધ્વજવાળું એક જહાજ પલટી ગયું અને ડૂબી ગયું (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

અધિકારીઓએ જણાવ્યું કે યમનના તટ પાસે એક પ્રોજેક્ટાઇલની ઝપેટમાં આવ્યા બાદ ભારતીય ધ્વજવાળું એક જહાજ પલટી ગયું અને ડૂબી ગયું.

ભારતના શિપિંગ અને પોર્ટ્સ મંત્રી સર્બાનંદ સોનોવાલે કહ્યું કે એમએસવી ફૅઝ નૂરે ઓલિયા પર સવાર બધા 14 લોકોને સુરક્ષિત બચાવી લીધી છે. તેમાં 13 ભારતીય નાગરિક હતા.

સોનોવાલે આ 'ઉશ્કેરણી વિના કરેલા હુમલા'ની નિંદા કરી છે અને કહ્યું કે ક્ષેત્રમાં નાવિકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પગલાં લેવાશે.

જોકે હજુ સુધી એ સ્પષ્ટ નથી કે આ હુમલો કોણે કર્યો છે.

આ વર્ષે ફેબ્રુઆરીમાં ઈરાન તરફથી હોર્મુઝ સામુદ્રધુનીને બંધ કર્યા બાદ કેટલાંક જહાજો આ વૈકલ્પિક દરિયાઈ માર્ગનો ઉપયોગ કરી રહ્યાં છે.

ભારતના વિદેશ મંત્રાલયે આ નિવેદન જારી કરીને ક્ષેત્રમાં કૉમર્શિયલ જહાજો પર થઈ રહેલા હુમલાને 'ઊંડી ચિંતાનો વિષય' ગણાવ્યો છે.

વિદેશ મંત્રાલયે કહ્યું, "ક્ષેત્રમાં કૉમર્શિયલ જહાજોને નિશાન બનાવવાનું બંધ થવું જોઈએ અને આંતરરાષ્ટ્રીય કાયદા અનુરૂપ ક્ષેત્રીય આંતરરાષ્ટ્રીય જળમાર્ગોમાં મુક્ત અને નિર્બાધ નૌવહન અને વેપારને જલદી શરૂ કરવો જોઈએ."

ઉલ્લેખનીય છે કે ફેબ્રુઆરીના અંતમાં ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ ક્ષેત્રમાં અનેક દરિયાઈ વેપારી માર્ગો પ્રભાવિત થયા છે.

સાઉદી અરેબિયાથી ઑઇલ લઈને આવતાં કેટલાંક જહાજો લાલ સાગરના વૈકલ્પિક રસ્તેથી પસાર થઈ રહ્યાં હતાં, પરંતુ હાલમાં યમનના હુતી લડાકુઓ દ્વારા સાઉદી ટૅન્કરો પર કરેલા હુમલા બાદ આ વિસ્તારમાં જોખમ વધી ગયું છે.

'ગજની' અને 'મહાભારત' ફેમ અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન

બોલીવૂડના જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, બોલીવૂડના જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે

બોલીવૂડના જાણીતા અભિનેતા પ્રદીપ રાવતનું 74 વર્ષની વયે નિધન થયું છે.

સમાચાર એજન્સી પીટીઆઇ અનુસાર, તેમનું નિધન મંગળવારે મુંબઈમાં થયું છે. પ્રદીપ રાવતને કૅન્સર હતું.

પ્રદીપ રાવતે 'ગજની' અને 'લગાન' જેવી ફિલ્મોમાં અભિનય કર્યો હતો. આ સિવાય તેમણે બીઆર ચોપડાની જાણીતી સિરિયલ મહાભારતમાં પણ અશ્વત્થામાની ભૂમિકા નિભાવી હતી.

'લગાન' ફિલ્મના કો-સ્ટાર યશપાલ શર્માએ સોશિયલ મીડિયામાં તેમના મિત્રને શ્રદ્ધાજંલિ આપતાં તેમના નિધનના સમાચાર આપ્યા હતા.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન