BBC News, ગુજરાતી - સમાચાર
મુખ્ય સમાચાર
'Iphone, ફ્રિજ, ટીવી' જેવી ગિફ્ટનાં 40 પાર્સલ દરરોજ ઘરે પહોંચે છે, છતાં ઇન્ફ્લુએન્સર કેમ વિદેશ ભાગી ગયો
છેલ્લા કેટલાક દિવસોથી ઍમેઝૉન, સ્વિગી અને ફ્લિપકાર્ટ જેવી ઑનલાઇન ઍપ્સ દ્વારા ઘરવખરીનો સામાન, ખાદ્યપદાર્થો અને બીજી ચીજવસ્તુઓ વીરમણિના ઘરે પહોંચાડવામાં આવી રહી છે. આ બધી વસ્તુઓ સોશિયલ મીડિયા વપરાશકર્તાઓ દ્વારા 'કૅશ ઑન ડિલિવરી' પદ્ધતિથી મોકલવામાં આવી રહી છે.
વડા પ્રધાન મોદીને સત્તામાં 25 વર્ષ થયા બાદ હવે તેમની સામે કયા 10 પડકારો છે?
સામાન્ય રીતે, ત્રીજી મુદત એવો સમય હોય છે કે જ્યારે પડકારો વધવા લાગે છે. બીજી તરફ, મતભેદો પણ વધે છે. જૂના નિર્ણયો ઉપરાંત અનેક નવા નિર્ણયો પણ લેવા પડે છે. આ એવો સમય હોય છે જ્યારે દરેક નિર્ણયને ચોક્કસ દૃષ્ટિકોણથી જોવાની સાથે સાથે વ્યાપક પરિપ્રેક્ષ્યમાં પણ જોવાનું શરૂ કરવું પડે છે.
રાજનાથ સિંહે કહ્યું 'બાંગ્લાદેશની જેમ સરકાર બદલવાનો પ્રયાસ થઈ રહ્યો છે' - ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશદુનિયાના તમામ મહત્ત્વના સમાચાર માટે બીબીસી ગુજરાતી સાથે જોડાયેલા રહો.
ટાઇટેનિકમાં સવાર એકમાત્ર કાળા મુસાફર કોણ હતા, જહાજ ડૂબ્યા પછી તેમનું શું થયું હતું?
ન્યૂ યૉર્ક જઈ રહેલા આરએમએસ ટાઇટેનિક પર 2,201 લોકો સવાર હતા. ચાર દિવસ પછી ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરમાં આ જહાજ એક હિમશિલા સાથે અથડાયું અને ડૂબી ગયું.
વીડિયો, "ઇસ્લામમાં મહિલાઓને જિમમાં જવાની મનાઈ નથી" - એ જિમ જે માત્ર મુસ્લિમ મહિલાઓ માટે ચાલે છે, અવધિ 1,34
દક્ષિણ ભારતના કોઇમ્બતુર શહેરમાં શબાના નામની મહિલાએ એક એવું જિમ શરૂ કર્યું છે, જ્યાં માત્ર મહિલાઓ જ કસરત કરવા આવે છે. આ જિમ શરૂ કરવા પાછળ શબાનાની પોતાની એક કહાની છે.
રાહુલ ગાંધીની અરજી પર સુપ્રીમ કોર્ટે જ્ઞાનેશકુમાર અને ચૂંટણી પંચને નોટિસ આપી, અને બીજું શું કહ્યું?
અદાલતે ચૂંટણી આયોગ ઉપરાંત મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર અને ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધૂ તથા વિવેક જોશીને પણ નોટિસ જારી કરી છે.
કોડીનાર : ફળિયામાં સૂતેલા યુવાનને સિંહણ ખેંચી ગઈ, ઘરથી દૂર મૃતદેહ મળ્યો, એ રાતે શું બન્યું હતું?
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વલાદર ગામે 30 વર્ષીય મહેશ પ્રતાપભાઈ રાઠોડ પોતાના ઘરની બહાર ફળિયામાં રાતના સમયે સૂતા હતા ત્યારે સિંહણે તેમના પર હુમલો કર્યો હોવાનું પરિવારે જણાવ્યું છે. ઘરના સભ્યોએ મહેશ રાઠોડની શોધ કરી હતી, પણ તેઓ મળ્યા નહોતા. 12 ઑક્ટોબરેની રાતે આ ઘટના ઘટી હતી અને 13 તારીખની મોડી રાતે મહેશભાઈનો મૃતદેહ મળ્યો હતો.
'શું કામ ચૂપ રહેવું, શા માટે સહન કરવું?' - મહિલાઓ હવે ગુસ્સો છુપાવવાને બદલે ખુલ્લેઆમ વ્યક્ત કેમ કરવા લાગી છે?
શું સ્ત્રીઓ ખરેખર પહેલાં કરતાં વધુ ગુસ્સે થઈ રહી છે? આ પરિવર્તનનું કારણ શું છે? કે પછી તેઓ હવે તેમના ગુસ્સા વિશે વધુ ખુલ્લેઆમ વાત કરી રહી છે?
ગુજરાત : સળંગ ત્રણ વર્ષ દુષ્કાળ બાદ ખેતમજૂરે કરેલી એ જળક્રાંતિ જેણે ગામડાંની કાયાપલટ કરી
આ વર્ષે ગુજરાતમાં વરસાદ ઓછો પડ્યો છે તેમ 2001નું વર્ષ પણ દુષ્કાળનું વર્ષ હતું. ખેતરોમાં મજૂરી કરીને મોટા થયેલા અને પછી પત્રકાર તરીકે કારકિર્દી ઘડનાર શામજીભાઈ અંટાળાને ખેતીમાં પાણી કેટલું અગત્યનું છે અને સૌરાષ્ટ્રમાં પાણીની કાયમી અછતની લોકજીવન પર કેવી માઠી અસર પડતી હતી તેનો જાત અનુભવ હતો.
Live, LIVE ટીવી જોવા માટે અહીં ક્લિક કરો
દેશ અને દુનિયાના દરેક મહત્ત્વનાં સમાચાર અને તેનું વિશ્લેષણ. રાજકારણ, વિજ્ઞાન, મનોરંજન, ઇતિહાસ, રમત-ગમત અને બીજું ઘણું બધું.
ભારત/વિદેશ
'એકલી પડી હતી અને ટીવી સાથે વાતો કરતી', ચીનમાં એકલતા અનુભવતા લોકોને કેવી રીતે હૂંફ આપે છે ભાડે મળતા સાથીઓ
ચીનમાં એકલતા વધવાનાં ઘણાં કારણો છે. દાખલા તરીકે, ગ્રામીણ વિસ્તારોમાંથી લોકો રોજગાર અને આર્થિક તકોની શોધમાં શહેરોમાં સ્થળાંતર કરે છે, ત્યારે તેઓ એકબીજાને મદદરૂપ થતા પોતાના નજીકના લોકો અને સમુદાયથી દૂર થઈ જાય છે.
બાળકોમાં કૅન્સર : ક્યાં લક્ષણો સામાન્ય ગણીને નજરઅંદાજ ન કરવા? જાણો તેના બચાવ અને ઓળખના ઉપાયો
બાળકોમાં કૅન્સરનું પ્રમાણ ઓછું જોવા મળે છે, છતાં યુકેમાં 15 વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં બીમારીને કારણે થતાં મૃત્યુનું તે મુખ્ય કારણ છે.
એ હાથણી જે પોતાના મદનિયાના મૃત્યુના દુઃખમાંથી બહાર ન આવી શકી, જુઓ હૃદયસ્પર્શી તસવીરો
પ્રથમ નજરે આ દૃશ્ય એક માતાના શોકની તસવીર રજૂ કરતું હોય તેવું લાગે છે. પરંતુ જેવું કે વેરોનેસીને બાદમાં ખ્યાલ પડ્યો કે તેઓ એક એવા દુર્લભ વર્તનના સાક્ષી બની રહ્યા હતા, જેમાં એક આશ્ચર્યચક્તિ કરી મૂકે એવો વળાંક હતો અને જે પ્રથમ દૃષ્ટિએ દેખાતી સંવેદના કરતાં વધુ જટિલ દૃશ્ય રજૂ કરે છે.
મેરઠ મર્ડર : પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશને કૉન્ક્રિટમાં જમાવી દેવાના કેસમાં પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા
જિલ્લા જજ અરવિંદકુમારે લગભગ દોઢ વર્ષ પહેલાં દોઢ વર્ષ બાદ આ નિર્ણય સંભળાવ્યો. મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ બંને જેલથી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુનાવણીમાં સામેલ થયાં અને સમગ્ર સમય દરમિયાન ચૂપ રહ્યાં.
ગુજરાત : દિવાળી પહેલાં જ લાખો શ્રમિકો સુરત છોડીને કેમ જઈ રહ્યા છે?
સુરતના ઍમ્બ્રોઇડરી કારખાનાઓમાં રજા અને પગારનો વિવાદ ચાલે છે. આ દરમિયાન મોટી સંખ્યામાં કામદારો શહેર છોડીને વતન જઈ રહ્યા છે.
સાઉદી અરેબિયાને નિશાન બનાવતા હૂતી વિદ્રોહીઓ કોણ છે, તેમને કોનું સમર્થન છે?
હૂતી એક હથિયારધારી જૂથ છે, જે યમનના શિયા મુસ્લિમના લઘુમતી જૂથ પેટા સમુદાય એવા ઝૈદીઓમાંથી આવે છે. તેઓ તેમનું નામ આ ચળવળના સ્થાપક હુસૈન અલ હૂતી પરથી રાખ્યું છે.
11 વર્ષના છોકરાએ 230 ફૂટ ઊંડા બોરવેલમાં ઊતરીને પાંચ વર્ષના બાળકને બચાવ્યો
આખરે બચાવકર્મીઓએ 11 વર્ષના હઝરત ઉમરની મદદ લેવાનું નક્કી કર્યું. કહેવાય છે કે તે અગાઉ પણ ભૂગર્ભમાં ફસાયેલા લોકોને બચાવવાના એક સફળ અભિયાનમાં સામેલ થયો હતો. ત્યાં હાજર વડીલોએ તેને બોરવેલમાં ઊતરવાની ના પાડી હતી, છતાં કાકાની સંમતિ મળતાં હઝરત તૈયાર થઈ ગયો.
'હું વીડિયો વાઇરલ કરીને વર્ષમાં દોઢ કરોડ રૂપિયા કમાઉં છું', વીડિયો ક્લિપિંગ શું છે અને કમાણી કેવી રીતે થાય?
સામાન્ય રીતે તેની પ્રક્રિયા એવી હોય છે કે ગ્રાહક, જે કપડાંની બ્રાન્ડ, રેકૉર્ડ લેબલ, ફિલ્મ સ્ટુડિયો, પૉડકાસ્ટર અથવા ઇન્ફ્લુએન્સર કોઈપણ હોઈ શકે છે, તેની પાસે એક લાંબો વીડિયો હોય છે, જેને ક્લિપર પહેલાં જુએ છે.
ઘરમાં 298 સોનાની ઈંટો, 35 લક્ઝરી ઘડિયાળો ને કરોડો રૂપિયા, એક જાસૂસનું અબજોનું કૌભાંડ કઈ રીતે ઝડપાયું?
સીઆઈએના એક પૂર્વ અધિકારીએ, જેમને ઘરમાં સોનાની સેંકડો ઈંટો છુપાવીને રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી, હવે અમેરિકન સરકાર સાથે આશરે 20 કરોડ ડૉલર એટલે કે અંદાજે 1900 કરોડ રૂપિયાની છેતરપિંડી કર્યાની કબૂલાત કરી છે.
જંતર-મંતરને વિરોધપ્રદર્શન સ્થળ તરીકે હઠાવાયું, નવાં સ્થળો સંસદથી કેટલાં દૂર છે?
લગભગ સાડા ત્રણ દાયકાથી દેશભરનાં આંદોલનોનું કેન્દ્ર રહેલું દિલ્હીનું જંતર-મંતર હવે વિરોધપ્રદર્શન માટેની જગ્યા નથી રહ્યું.
રિઝર્વ બૅન્કે રેપો રેટમાં વધારો કરતાં કઈ-કઈ લોન મોંઘી થશે અને લોનના હપતા ચાલુ હોય એનું શું?
લોનના વ્યાજદર વધવાની શરૂઆત થાય ત્યારે ગ્રાહક પાસે કેવા ઉપાય રહે છે? લોનનો બોજ ઘટાડવા માટે શું કરી શકાય?
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ
































































