અમદાવાદ : માત્ર ત્રણ ઇંચ વરસાદથી શહેરમાં કેવો માહોલ સર્જાયો?

વીડિયો કૅપ્શન, અમદાવાદ: માત્ર ત્રણ ઇંચ વરસાદથી શહેરમાં કેવો માહોલ સર્જાયો?
અમદાવાદ : માત્ર ત્રણ ઇંચ વરસાદથી શહેરમાં કેવો માહોલ સર્જાયો?
પ્રકાશિત

અમદાવાદમાં વહેલી સવારથી શરૂ થયેલા ધોધમાર વરસાદના કારણે શહેરના થલતેજ સહિતના વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયાં છે.

સવારના સમયે ઑફિસ અને સ્કૂલે જવા નીકળેલા વાહનચાલકો તથા નાગરિકો બ્રિજ નીચે તેમજ રસ્તાઓ પર કલાકો સુધી ટ્રાફિક જામમાં ફસાયા હતા.

ટ્રાફિક પોલીસે સ્થિતિ નિયંત્રિત કરવાના પ્રયાસો કર્યા હતા. સ્થાનિક લોકોએ દર ચોમાસામાં સર્જાતી આ સમસ્યા, ગટર વ્યવસ્થા અને તંત્રની કામગીરી સામે નારાજગી વ્યક્ત કરી હતી.

રિપોર્ટર: રૉક્સી ગાગડેકર છારા

કૅમેરાપર્સન: પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન