'ગુજ્જુ લવગુરુ' ચંદન રાઠોડે છેલ્લી રીલમાં જિંદગી વિશે શું કહ્યું હતું?

વીડિયો કૅપ્શન, 'ગુજ્જુ લવગુરુ' ચંદન રાઠોડે છેલ્લી રીલમાં જિંદગી વિશે શું કહ્યું હતું?
'ગુજ્જુ લવગુરુ' ચંદન રાઠોડે છેલ્લી રીલમાં જિંદગી વિશે શું કહ્યું હતું?
પ્રકાશિત

'જેનો ભરોસો નથી એનું નામ છે જિંદગી, જેનો સોએ સો ટકા ભરોસો નથી એનું નામ છે મોત…'

તાજેતરમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા ઇન્ફ્લુએન્સર ચંદન રાઠોડે તેમના ઇન્સ્ટાગ્રામ પર મૂકેલી છેલ્લી રીલમાં કંઈક આમ કહ્યું હતું.

એ શબ્દો જાણે કે સાચા પડ્યા અને ચંદન રાઠોડનું ગઈકાલે 17 સપ્ટેમ્બરે અકસ્માતમાં મૃત્યુ થઈ ગયું.

ભાભરમાં બે મોટરસાઇકલનો અકસ્માત થયો હતો જેમાં તેમનું મૃત્યુ થયું છે.

ચંદન રાઠોડ એ વાવ-થરાદના જાણીતા ઇન્ફ્લુએન્સર હતા અને તેઓ સોશિયલ મીડિયામાં 'ગુજ્જુ લવગુરુ'ના હુલામણા નામે જાણીતા હતા. તેમના વીડિયો સોશિયલ મીડિયામાં લાખો લોકો દ્વારા જોવાતા હતા.

તેમના નજીકના મિત્રોએ જણાવ્યું એ અનુસાર, ચંદન રાઠોડનો છેલ્લો વીડિયો પણ તેમની ટીમ સાથે શૂટ થયો હતો.

શૂટિંગ પૂર્ણ કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે ભાભર નજીક અકસ્માત સર્જાયો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન