ગુજરાતમાં હવે કેટલા દિવસ અને કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
ગુજરાતમાં હવે કેટલા દિવસ અને કયા જિલ્લામાં વરસાદની આગાહી છે?
પ્રકાશિત
ગુજરાતમાં તાજેતરમાં પડેલા વરસાદ બાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ ચાલુ રહેવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે.
સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આગામી બે દિવસ ગાજવીજ સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ સાથે જ પશ્ચિમ રાજસ્થાનમાંથી ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થઈ છે અને આગામી દિવસોમાં કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાંથી પણ ચોમાસું વિદાય લઈ શકે છે.
રજૂઆત – દીપક ચુડાસમા
શૂટ-ઍડિટ – અવધ જાની
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



