મુંબઈ: બ્રિજ પરથી BMW ખાબકતાં ત્રણનાં મોત, જુઓ CCTV
મુંબઈ: બ્રિજ પરથી BMW ખાબકતાં ત્રણનાં મોત, જુઓ CCTV
પ્રકાશિત
મુંબઈમાં પૂરઝડપે જતી એક કાર બ્રિજ ઉપરથી નીચે ખાબકી જેમાં એક સગીર સહિત ત્રણ લોકોનાં મૃત્યુ થયાં છે. આ ઘટના સીસીટીવીમાં રેકૉર્ડ થઈ હતી.
પોલીસના જણાવ્યા પ્રમાણે, રવિવારે મુંબઈના કૉસ્ટલ રોડ ઉપર બનેલી આ ઘટનામાં એક વ્યક્તિને ગંભીર ઈજા પહોંચી છે.
પોલીસે જણાવ્યું કે સવારે પાંચ વાગ્યા અને 20 મિનિટની આસપાસ કાર મરીન ડ્રાઇવથી હાજી અલી તરફ ઝડપભેર જઈ રહી હતી, ત્યારે આ દુર્ઘટના ઘટી હતી.
કોસ્ટલ રોડ કંટ્રોલ રૂમને ટાંકતા ન્યૂઝ એજન્સી પીટીઆઈ જણાવે છે કે લૉટસ જેટી પાસે કારચાલકે વાહન ઉપરથી નિયંત્રણ ગુમાવી દીધું હતું એ પછી આ લક્ઝરી કાર નીચે ખાબકી હતી.

ઇમેજ સ્રોત, ANI
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



