હવામાન વિભાગે ભારતમાં 11 જૂનને લઈને શું આગાહી કરી, ક્યાં પહોંચ્યું ચોમાસું?

હવામાન, ગુજરાત, ચોમાસું, વેધર, વરસાદ, બીબીસી, જૂન, ગરમી હવામાન સમાચાર ખેડૂત ખેતર ખાતર ખેત પાણી વરસાદ ઉનાળો ગરમી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

ગુજરાતમાં અત્યારે બફારા સાથે ગરમીની લહેર જોવા મળી રહી છે. સાથે જ કેટલાક જિલ્લાઓમાં વાદળછાયું વાતાવરણ છે અને કેટલાક જિલ્લાઓમાં તડકો પણ છે.

ભારતમાં ગત 4 જૂને ચોમાસાનું આગમન થયું ત્યારથી ગરમીથી ત્રસ્ત ગુજરાતમાં ચોમાસાના આગમનની રાહ જોવાઈ રહી છે.

ત્યારે છેલ્લા 24 કલાકમાં ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં પણ વધુ જોવા મળ્યું હતું.

અગાઉના દિવસની સરખામણીમાં ગુજરાતનું મહત્તમ તાપમાન 1 ડિગ્રી વધીને, અમદાવાદમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે અગાઉ દિવસે 41. 9 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું.

ત્યારે ચોમાસાની વાત કરીએ તો હાલ ચોમાસાનો ઉત્તરીય છેડો મહારાષ્ટ્ર સુધી પહોંચ્યો છે.

તે ઉપરાંત હવામાન વિભાગે પોતાના તાજેતરના બુલેટિનમાં 11 જૂનના દિવસે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની પણ આગાહી કરી છે.

ત્યારે હાલ ચોમાસાની શું સ્થિતિ છે, તેના આગળ વધવા માટેની પરિસ્થિતિઓ વિશે હવામાન વિભાગે શું આગાહી કરી જાણીએ આ અહેવાલમાં.

'11 જૂને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ'

હવામાન, ગુજરાત, ચોમાસું, વેધર, વરસાદ, બીબીસી, જૂન, ગરમી હવામાન, ગુજરાત, ચોમાસું, વેધર, વરસાદ, બીબીસી, જૂન, ગરમી હવામાન સમાચાર ખેડૂત ખેતર ખાતર ખેત પાણી વરસાદ ઉનાળો ગરમી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, IMD

હવામાન વિભાગ અનુસાર, ચોમાસાની હાલની સ્થિતિ તરફ નજર કરીએ તો ચોમાસું ઉત્તર-પૂર્વીય રાજ્યોના ભાગો સિક્કિમ અને પશ્ચિમ બંગાળના કેટલાક ભાગોમાં તરફ પણ આગળ વધી રહ્યું છે.

9 જૂનની સ્થિતિ અનુસાર ચોમાસાની ઉત્તરીય સીમા સોલાપુર, કલબુર્ગી, ચેન્નાઈ, સિલિગુડી પરથી પસાર થઈ રહી છે.

હવામાન વિભાગ અનુસાર, આગામી ચારથી પાંચ દિવસ દરમિયાન મહારાષ્ટ્ર, કર્ણાટક, તેલંગાણા, આંધ્રપ્રદેશ, તામિલનાડુના બાકીના ભાગો અને દક્ષિણ-પશ્ચિમ બંગાળની ખાડીના કેટલાક ભાગોમાં ચોમાસું આગળ વધી શકે છે

આ ઉપરાંત પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ અને ઓડિશાના કેટલાક ભાગોમાં ચોમાસાના આગળ વધવા માટે પરિસ્થિતિ સાનુકૂળ છે.

આ ઉપરાંત હવામાન વિભાગે 11 જૂનથી એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની આગાહી કરી છે.

જેની અસર પશ્ચિમ હિમાલયમાં થશે તેવી શક્યતા છે, તેથી આ વિસ્તારમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો ફૂંકાઈ રહ્યા છે.

ગુજરાતના આ જિલ્લાઓમાં પડી શકે છે વરસાદ, હવામાન વિભાગે શું કહ્યું ?

હવામાન, ગુજરાત, ચોમાસું, વેધર, વરસાદ, બીબીસી, જૂન, ગરમી હવામાન, ગુજરાત, ચોમાસું, વેધર, વરસાદ, બીબીસી, જૂન, ગરમી હવામાન સમાચાર ખેડૂત ખેતર ખાતર ખેત પાણી વરસાદ ઉનાળો ગરમી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, IMD

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

હવામાન વિભાગની આગાહી પ્રમાણે, ગુજરાતમાં કેટલાક વિસ્તારોમાં છૂટાંછવાયાં સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે.

આ ઉપરાંત બાકીના અન્ય જિલ્લાઓમાં હવામાન શુષ્ક રહેવાની આગાહી છે.

ગુજરાતમાં આજે ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પાડવાની હવામાન વિભાગે આગાહી કરી છે.

ઉપરાંત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ સહિત સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે.

10 જૂનની સ્થિતિ મુજબ હવામાન વિભાગે આગાહી કરી છે કે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓ જેમાં ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી જેવા વિસ્તારોમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ સાથે ગાજવીજ સાથે વરસાદી ઝાપટાં આવવાની શક્યતા છે.

સાથે જ ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવમાં હવામાન સૂકું રહેવાની શક્યતા છે.

11 જૂનને લઈને પણ હવામાન વિભાગે તે જ ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી જિલ્લાઓમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આ સિવાયના બાકીના વિસ્તારોમાં હવામાન સૂકું રહેશે.

આ ઉપરાંત 12 જૂન અને 13 જૂનને લઈને પણ હવામાન વિભાગે આજ પ્રકારની આગાહી કરી છે.

આગામી દિવસોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થશે?

હવામાન, ગુજરાત, ચોમાસું, વેધર, વરસાદ, બીબીસી, જૂન, ગરમી હવામાન, ગુજરાત, ચોમાસું, વેધર, વરસાદ, બીબીસી, જૂન, ગરમી હવામાન સમાચાર ખેડૂત ખેતર ખાતર ખેત પાણી વરસાદ ઉનાળો ગરમી બીબીસી ગુજરાતી ન્યૂઝ ગુજરાત સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

હવામાન વિભાગ અનુસાર, આગામી 7 દિવસ દરમિયાન ગુજરાતમાં મહત્તમ તાપમાનમાં કોઈ મોટો ફેરફાર થવાની શક્યતા નથી.

છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયેલ આંકડાઓ અનુસાર ગુજરાતના મોટાભાગના વિસ્તારો જેમાં સૌરાષ્ટ્ર-કચ્છ અને દીવ, દમણ, દાદરા અને નગર હવેલીમાં હવામાન સૂકું રહ્યું હતું.

આ વિસ્તારોમાં તાપમાનમાં કોઈ મોટો ફેરફાર નોંધાયો ન હતો.

ત્યારે કચ્છના કેટલાક ભાગોમાં તાપમાન સામાન્ય કરતાં ઓછું અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં સામાન્ય કરતાં વધુ રહ્યું હતું.

તે સાથે જ અમદાવાદમાં ગુજરાતનું સૌથી વધુ તાપમાન 42.2 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન