જ્યારે દાવાનળથી બચવા ઘોડાઓ ભાગ્યા

વીડિયો કૅપ્શન, વીડિયો જોવા માટે ઉપર ક્લિક કરો
જ્યારે દાવાનળથી બચવા ઘોડાઓ ભાગ્યા
પ્રકાશિત

જંગલની આગને કારણે ભાગી રહેલા ઘોડાનાં દૃશ્યો ગ્રીસનાં છે.

યુરોપના દેશ ગ્રીસમાં જંગલની આગે ઘોડાના તબેલાની પાછળના ભાગને ચપેટમાં લઈ લીધો હતો.

ગ્રીસની રાજધાની ઍથેન્સની ઉત્તરપશ્ચિમે કન્ડિલીમાં આવેલી વસાહતમાં જંગલની આગ ત્યાંના લોકલ મીડિયાએ કૅમેરામાં રેકૉર્ડ કરી હતી.

તે દરમિયાન આગને કારણે ભાગી રહેલા આ ઘોડાઓ પણ કેમેરામાં રેકૉર્ડ થઈ ગયા હતા. તેમના જણાવ્યા પ્રમાણે ઘોડાઓને કોઈ હાનિ થઈ નહોતી.

જંગલની આગે ગ્રીસમાં કેટલાક વિસ્તારને અસર કરી છે જેને હેલિકૉપ્ટરો સહિતના સાધનોની મદદથી કાબૂ કરવાના પ્રયાસ થઈ રહ્યાછે.

ગ્રીસમાં દાવાનળની પ્રતીકાત્મક તસવીર

ઇમેજ સ્રોત, Getty Images

ઇમેજ કૅપ્શન, ગ્રીસમાં દાવાનળની પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન