કચ્છના આ ખાસ ઊંટ દરિયાની અંદર તરી શકે છે
કચ્છના આ ખાસ ઊંટ દરિયાની અંદર તરી શકે છે
પ્રકાશિત
ગુજરાતના કચ્છમાં જોવા મળતા ખારાઈ ઊંટ ભારતમાં માત્ર આ જ વિસ્તારમાં મળી આવે છે.
આ ઊંટ દરિયાના પાણીમાં 18 કિલોમીટર સુધી તરી શકે છે અને દરિયાકાંઠાની વનસ્પતિ ચરે છે.
તેઓ ત્રણ દિવસ સુધી પાણી વગર પણ જીવી શકે છે અને તેમનું દૂધ સામાન્ય કચ્છી ઊંટ કરતાં અલગ હોય છે.
હાલના સમયમાં ચરિયાણના વિસ્તારો ઘટવાને કારણે ખારાઈ ઊંટ ખોરાક માટે ઝઝૂમી રહ્યા છે, જેના કારણે તેમના અસ્તિત્વ સામે મોટું જોખમ ઊભું થયું છે.




