અમેરિકાએ ઈરાનમાં યુદ્ધ અપરાધ કર્યા હોવાના પૂરતા પુરાવા : યુએન નિષ્ણાતો – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, WANA via Reuters
સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર નિષ્ણાતોએ કહ્યું છે કે આ વાતના પુરાવા પૂરતા છે કે અમેરિકાએ ઈરાનમાં કરેલા બે હુમલા દરમિયાન યુદ્ધ અપરાધ કર્યો છે.
આ હુમલામાં ઓછામાં ઓછા 177 સામાન્ય નાગરિકોનાં મોત થયાં હતાં.
ઈરાન અંગેની સ્વતંત્ર આંતરરાષ્ટ્રીય ફૅક્ટ ફાઇન્ડિંગ મિશનના નવા રિપોર્ટ અનુસાર, ફેબ્રુઆરી મહિનામાં મિનાબની એક પ્રાથમિક શાળા અને લામેર્દના એક રમતગમત સંકુલ પર થયેલા મિસાઇલ હુમલા અંધાધૂંધ હતા. આ હુમલામાં સામાન્ય નાગરિકોના જીવ ગયા હતા અને નાગરિક સુવિધાઓને પણ નુકસાન પહોંચ્યું હતું.
અમેરિકાએ અગાઉ લામેર્દ પર હુમલો કરવાનો ઇનકાર કર્યો હતો અને જણાવ્યું હતું કે તે મિનાબની ઘટનાની તપાસ કરી રહ્યું છે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું કે અમેરિકા આ રિપોર્ટનાં તારણોને વિશ્વસનીય માનતું નથી.
નિષ્ણાતોએ એ પણ જણાવ્યું કે જાન્યુઆરીમાં સરકાર વિરોધીપ્રદર્શનો દરમિયાન થયેલી વ્યાપક કાર્યવાહી દરમિયાન ઈરાની સત્તાધીશોએ પણ માનવતા વિરુદ્ધના અપરાધો કર્યા હતા.
તેમના જણાવ્યા મુજબ, સુરક્ષા દળો દ્વારા થયેલી હત્યાઓ દેશના તમામ 31 પ્રાંતોમાં "આશ્ચર્યજનક અને અભૂતપૂર્વ સ્તરે" થઈ હતી.
ઈરાને હજુ સુધી આ તારણો પર કોઈ પ્રતિક્રિયા આપી નથી. જોકે, તે અગાઉ માનવાધિકારોના વ્યવસ્થિત ઉલ્લંઘનના આરોપોને નકારતું રહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
અભિષેક શર્મા ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બન્યા

ઇમેજ સ્રોત, ANI
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે રમાયેલી ત્રીજી અને અંતિમ ટી20 મૅચમાં ભારતીય ઓપનર અભિષેક શર્માએ શાનદાર બેટિંગ કરતાં માત્ર 30 બૉલમાં સદી ફટકારી હતી.
તેઓ 34 બૉલમાં 108 રન બનાવીને આઉટ થયા હતા.
આ સાથે તેઓ ટી-20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી ઝડપી સદી ફટકારનાર ભારતીય બૅટ્સમૅન બન્યા છે.
દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાયેલી આ મૅચમાં ભારતે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ઓપનરો સંજુ સેમસન અને અભિષેક શર્માએ ટીમને મજબૂત શરૂઆત અપાવી હતી.
અભિષેક શર્માએ પોતાની આ તોફાની ઇનિંગ દરમિયાન 9 ચોગ્ગા અને 11 છગ્ગા ફટકાર્યા હતા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























