ગુજરાતની એક એવી પ્રાચીન ગરબી કે જેમાં હિન્દુ-મુસ્લિમ બહેનો એકસાથે ગરબે રમે છે

વીડિયો કૅપ્શન, ગુજરાતની એ નવરાત્રિ, જ્યાં હિંદુ-મુસ્લિમ બહેનો સાથે ગરબા રમે છે
ગુજરાતની એક એવી પ્રાચીન ગરબી કે જેમાં હિન્દુ-મુસ્લિમ બહેનો એકસાથે ગરબે રમે છે
પ્રકાશિત

જૂનાગઢના સુખનાથ ચોક વિસ્તારમાં 'જય ચામુંડા ગરબી મંડળ'ની ગરબીમાં સામાજિક એકતા જોવા મળી રહી છે.

હિન્દુ મુસ્લિમ અગ્રણીઓનું કહેવું છે કે, અહીં કોઈ પણ જાતના ભેદભાવ વગર બંને સમાજની બહેનો એકસાથે ગરબીના તાલે રમે છે.

આ ગરબાની શરૂઆત વર્ષોથી બાજુમાં આવેલી દરગાહમાં ચાદર ચઢાવવાની પરંપરા સાથે થતી હોવાનું સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે.

આ ગરબીની સૌથી વિશેષ વાત એ છે કે હિન્દુ મુસ્લિમ બહેનો એકસાથે ગરબે તો ઘૂમે છે. સાથે જ અહીં મુસ્લિમ કલાકારો સંગીતના સૂર પણ રેલાવે છે.

સ્થાનિક અગ્રણીઓનું કહેવું છે કે, આ ગરબી મંડળના ટ્રસ્ટમાં મુસ્લિમ સમાજના લોકો છે.

મંડળના સભ્યોનું એવું પણ કહેવું છે કે, સમયની સાથે હવે અહીં ગરબે રમવા આવતી બહેનોની સંખ્યા પણ ઘટી રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન

બીબીસી ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન