ગુજરાતમાં ઉત્તર અને દક્ષિણ ભાગોમાં વરસાદની શક્યતા, ક્યારે ઘટશે જોર?
ગુજરાતમાં ઉત્તર અને દક્ષિણ ભાગોમાં વરસાદની શક્યતા, ક્યારે ઘટશે જોર?
પ્રકાશિત
ગુજરાતમાં આગામી બે દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
રાજ્યના ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે, જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારોમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે.
45 થી 50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા છે. રાજસ્થાન અને મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાં પણ વરસાદની આગાહી છે.
23 અને 24 તારીખ બાદ રાજ્યમાં વરસાદનું જોર નોંધપાત્ર રીતે ઘટી જશે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



