મેરઠ મર્ડર : પ્રેમી સાથે મળી પતિની હત્યા કરી લાશને કૉન્ક્રિટમાં જમાવી દેવાના કેસમાં પત્ની મુસ્કાન અને પ્રેમી સાહિલને ફાંસીની સજા

બીબીસી ગુજરાતી મેરઠનો સૌરભ રાજપૂત હત્યાકાંડ : દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસી
ઇમેજ કૅપ્શન, દોષી સાહિલને લઈ જઈ રહેલી પોલીસ
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

(ચેતવણીઃ આ લેખની કેટલીક માહિતી તમને વિચલિત કરી શકે છે)

મેરઠની એક કોર્ટે પોતાના પતિની હત્યા કરીને તેમના મૃતદેહના ટુકડા કરીને ડ્રમમાં ભરવાના મામલામાં મુસ્કાન અને તેના પ્રેમી સાહિલને મૃત્યુની સજા સંભળાવાઈ છે.

બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશાએ પ્રૉસિક્યૂશન પક્ષના હવાલાથી આ વાતની પુષ્ટિ કરી છે.

જિલ્લા જજ અરવિંદકુમારે લગભગ દોઢ વર્ષ પહેલાં દોઢ વર્ષ બાદ આ નિર્ણય સંભળાવ્યો. મુસ્કાન અને તેનો પ્રેમી સાહિલ બંને જેલથી વીડિયો કૉન્ફરન્સિંગ મારફતે સુનાવણીમાં સામેલ થયાં અને સમગ્ર સમય દરમિયાન ચૂપ રહ્યાં.

પ્રૉસિક્યૂશન પક્ષના વકીલ વિજય બહાદુરે જણાવ્યું કે હત્યાના મામલામાં સાહિલ અને મુસ્કાનને મૃત્યુ દંડની સજા સંભળાવી છે અને કોર્ટે બંને દોષિતોને 20 હજાર રૂપિયાનો દંડ પણ કર્યો છે.

આ સિવાય અન્ય સેક્શન અંતર્ગત સાત વર્ષની સજા સંભળાવી છે.

શું હતો મામલો?

બીબીસી ગુજરાતી મેરઠનો સૌરભ રાજપૂત હત્યાકાંડ : દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસી
ઇમેજ કૅપ્શન, મૃતક સૌરભ રાજપૂતની ફાઇલ તસવીર

માર્ચ 2025માં ઉત્તર પ્રદેશના મેરઠમાં એક આઘાતજનક હત્યાનો મામલો સામે આવ્યો હતો. પોલીસ પ્રમાણે, સૌરભ રાજપૂત નામની એક વ્યક્તિની તેમની જ પત્નીએ બૉયફ્રૅન્ડ સાથે મળીને હત્યા કરી નાખી હતી.

29 વર્ષના સૌરભ રાજપૂત લંડનમાં કામ કરતા હતા અને ફેબ્રુઆરી 2025માં જ પરત ફર્યા હતા.

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

સૌરભના પરિવારજનોએ મેરઠ પોલીસમાં તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

જ્યારે પોલીસે તપાસ શરૂ કરી તો આ જઘન્ય અપરાધની આશ્ચર્યચકિત કરી દે તેવી જાણકારીઓ સામે આવવા લાગી.

મેરઠ પોલીસે જણાવ્યું કે, 28 વર્ષની મુસ્કાન રસ્તોગીએ પોતાના બૉયફ્રૅન્ડ સાહિલ શુક્લા સાથે મળીને 3 માર્ચના રોજ પોતાના પતિ સૌરભ રાજપૂતની હત્યા કરી દીધી હતી.

પોલીસે એક પ્રેસ કૉન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, મૃતદેહને એક ડ્રમમાં ભરીને કૉંક્રીટ ભરી દેવાયું હતું.

પોલીસ એ ડ્રમને કબજે કરીને પોલીસ સ્ટેશન લઈ આવી અને એ બાદ કટર વડે ડ્રમને કાપીને મૃતદેહને બહાર કાઢવામાં આવ્યો.

સૌરભ રાજપૂતના મોટા ભાઈ રાહુલ ઉર્ફે બબ્લુની ફરિયાદને આધારે પોલીસ સ્ટેશનમાં રિપોર્ટ નોંધવામાં આવ્યો.

એએસપી મેરઠ આયુષ વિક્રમસિંહે આ હત્યાકાંડ અંગે મીડિયાને જણાવ્યું, "સૌરભ રાજપૂતને 4 માર્ચથી કોઈએ જોયા નહોતા. શંકાના આધારે પત્ની મુસ્કાન અને તેમના પ્રેમી સાહિલ શુક્લાને પૂછપરછ માટે બોલાવાયાં હતાં."

"પૂછપરછમાં ખબર પડી કે સાહિલે મુસ્કાન સાથે મળીને સૌરભની હત્યા કરી નાખી હતી. હત્યા બાદ મૃતદેહના જુદા જુદા ભાગ એક ડ્રમમાં નાખીને તેને સિમેન્ટ અને રેતી ભેળવીને તેના વડે ભરી દેવાયો. એ બાદ બંને આરોપીઓ ફરવા માટે શિમલા, મનાલી અને કસૌલી જતાં રહ્યાં."

મેરઠના બ્રહ્મપુરી વિસ્તારના રહેવાસી સૌરભ રાજપૂતે વર્ષ 2016માં ઘરથી થોડે દૂર રહેતી મુસ્કાન રસ્તોગી સાથે પ્રેમલગ્ન કર્યાં હતાં.

બંનેના પરિવારના વિરોધ છતાં આ લગ્ન થયાં હતાં. વર્ષ 2019માં મુસ્કાને એક દીકરીને જન્મ આપ્યો હતો.

છૂટાછેડા સુધી પહોંચી વાત

પોલીસ પ્રમાણે, આર્થિક સ્થિતિ ખરાબ હોવાને કારણે સૌરભની પોતાનાં માતાપિતાથી બોલાચાલી થઈ ગઈ હતી, જે બાદ તેઓ મુસ્કાન સાથે પાસે આવેલા ઇંદિરાનગર વિસ્તારમાં રહેવા લાગ્યા હતા.

સૌરભની ગેરહાજરીમાં મુસ્કાન અને સાહિલ શુક્લા વચ્ચે નિકટતા વધી.

એએસપી આયુષ વિક્રમસિંહે જણાવ્યું, "27 વર્ષના સાહિલ, સૌરભના ઘરેથી થોડે દૂર રહેતા હતા. તેઓ અને મુસ્કાન આઠમા ધોરણમાં સહાધ્યાયી રહી ચૂક્યાં હતાં. સાહિલ બીકૉમ સુધી ભણ્યો અને ઑનલાઇન ટ્રેડિંગ કારોબાર સાથે સંકળાયેલા હતા."

તેમના પ્રમાણે, જ્યારે સૌરભને પોતાની પત્ની અને સાહિલ વચ્ચે સંબંધની વાત ખબર પડી તો તેમણે વર્ષ 2021માં છૂટાછેડાનો કાયદાકીય રસ્તો અપનાવ્યો, પરંતુ બાળકી નાની હોવાને કારણે અને ઘરના લોકોની સમજાવટ બાદ તેમણે ફરિયાદ પાછી ખેંચી લીધી.

પરંતુ બંને વચ્ચે અવારનવાર તણાવ રહેતો.

ત્રીજી અને ચોથી માર્ચે શું થયું?

બીબીસી ગુજરાતી મેરઠનો સૌરભ રાજપૂત હત્યાકાંડ : દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસી
ઇમેજ કૅપ્શન, મેરઠમાં ઘટનાસ્થળ બહાર મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી તે વખતની તસવીર

પોલીસે કહ્યું હતું કે પૂછપરછ દરમિયાન મુસ્કાને પોતાનો ગુનો સ્વીકારી લીધો હતો.

મુસ્કાને પોલીસને જણાવ્યું હતું કે બે વર્ષ પહેલાં સૌરભ નોકરી કરવા લંડન ગયા હતા. આ સમયગાળા દરમિયાન મુસ્કાન અને સાહિલ વચ્ચેની મિત્રતા વધી હતી.

મુસ્કાને પોલીસને જણાવ્યું હતું કે સૌરભનો પાસપૉર્ટનો ઍક્સપાયર થવાનો હતો અને 24 ફેબ્રુઆરીએ તેને રિન્યુ કરાવવા ભારત આવવાના હતા.

પોલીસના કહેવા મુજબ મુસ્કાન અને સાહિલે પહેલેથી આખી યોજના ઘડી લીધી હતી. તેમણે છરી અને બેહોશીની દવાઓ પણ ખરીદી રાખી હતી.

હત્યાના દિવસે એટલે કે ત્રીજી માર્ચે રાતે મુસ્કાને સૌરભના ભોજનમાં બેભાન કરવાની દવા ભેળવી દીધી. સૌરભ બેહોશ થઈ ગયા ત્યારે સાહિલે તેના હાથ પકડ્યા અને મુસ્કાને છરીથી કેટલાક પ્રહાર કર્યા હતા.

પોલીસના કહેવા મુજબ બંને જણ સૌરભની લાશને બાથરૂમમાં લઈ ગયા જ્યાં તેના ત્રણ ટુકડા કર્યા. પૂરાવાનો નાશ કરવા માટે બ્લીચિંગ પાઉડરથી રૂમ ધોઈ નાખ્યો હતો.

ચોથી માર્ચે મુસ્કાને બજારમાંથી એક ડ્રમ અને સિમેન્ટ ખરીદ્યું અને સૌરભના અંગોને તેમાં ભરીને ડ્રમમાં સિમેન્ટ કૉન્ક્રિટ નાખી દીધું.

હત્યાનું રહસ્ય કેવી રીતે ખૂલ્યું?

બીબીસી ગુજરાતી મેરઠનો સૌરભ રાજપૂત હત્યાકાંડ : દોષિત સાહિલ અને મુસ્કાનને ફાંસી
ઇમેજ કૅપ્શન, પોલીસનું કહેવું હતું કે સૌરભના શબને વાદળી રંગના ડ્રમમાં રખાયું હતું.

પોલીસના કહેવા મુજબ સૌરભની લાશ છુપાવ્યા પછી મુસ્કાન પોતાની દીકરીને માતા પાસે છોડીને પોતે સાહિલ સાથે ફરવા નીકળી ગઈ હતી.

લગ્ન પછી સૌરભનો પોતાના પરિવાર સાથે સંબંધ નહોતો રહ્યો. તેથી ઘણા દિવસો સુધી આ વાતની કોઈને ખબર પડી ન હતી.

17 માર્ચે મુસ્કાન પાછી આવી ત્યારે છ વર્ષની દીકરીએ પોતાના પિતા સૌરભ વિશે પૂછ્યું. તેથી મુસ્કાન ભાવુક થઈ ગઈ. તે પોતાના માવતરે ગઈ અને સાસરિયા પર સૌરભની હત્યાનો આરોપ મૂક્યો. જોકે, મુસ્કાનના પરિવારજનોને ભરોસો ન બેઠો અને તેઓ જાતે તેને પોલીસ સ્ટેશને લઈ ગયા.

પૂછપરછ દરમિયાન મુસ્કાને પોતાનો ગુનો સ્વીકારી લીધો અને ત્યાર પછી ડ્રમ પણ મળી આવ્યું હતું.

સૌરભના ભાઈએ શું કહ્યું હતું?

પોતાના ત્રણ ભાઈબહેનોમાં સૌરભ સૌથી નાના હતા. તેમના ભાઈ રાહુલ ઉર્ફે બબલુએ બીબીસીને કહ્યું કે, "જાલિમોએ મારા ભાઈને મારી નાખ્યો. મુસ્કાને જ મારા ભાઈને પરિવારથી અલગ કર્યો હતો. આમાં કોઈ મોટું ષડયંત્ર હોઈ શકે છે. મને મુસ્કાનના પરિવારની સામેલગીરીની શંકા છે. જે પણ દોષિત હોય તેને સખત સજા થવી જોઈએ."

સૌરભ જ્યાં રહેતા હતા તે ઘરના મકાનમાલિક ઓમપાલસિંહે બીબીસીને કહ્યું, "મને બિલકુલ માનવામાં ન આવ્યું કે મુસ્કાન આવું કંઈક કરી શકે છે."

સ્થાનિક કાઉન્સિલર રાજીવ ગુપ્તાએ કહ્યું કે, "મુસ્કાનનું સાહિલ સાથે અફેર હતું, સૌરભ સાથે તેના સંબંધો પહેલેથી જ ખરાબ હતા."

બીજી તરફ મુસ્કાનનો પરિવાર પણ તેની સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યો છે. મુસ્કાન રસ્તોગીનાં માતા અને પિતાએ પોતાની પુત્રીને સમાજ માટે ખતરનાક ગણાવીને તેના માટે ફાંસીની સજાની માંગ કરી છે.

ન્યૂઝ એજન્સી એએનઆઈને તેમણે કહ્યું કે, "મારી દીકરીએ પોતાના એક મિત્ર સાથે મળીને પોતાના જ રૂમમાં પતિની હત્યા કરી દીધી. તે આ સમાજ માટે લાયક નથી અને અન્ય લોકો માટે પણ ખતરારૂપ છે... તેને મોતની સજા મળવી જોઈએ."

મુસ્કાનનાં માતાએ એએનઆઈ સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે સૌરભ ઘણો સારો છોકરો હતો અને તેમની પુત્રીએ તેની સાથે અન્યાય કર્યો છે.

બુધવારે પોલીસ જ્યારે સાહિલ શુક્લા અને મુસ્કાન રસ્તોગીને કોર્ટમાં રજૂ કરવા લઈ ગઈ ત્યારે કેટલાક વકીલોએ તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે બંનેને ટોળાથી બચાવ્યા અને તેમને ત્યાંથી બહાર લઈ ગઈ હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન