92 વર્ષનાં આ ડૉક્ટર 68 વર્ષથી પ્રૅક્ટિસ કરે છે, નિવૃત્ત કેમ નથી થતાં?
92 વર્ષનાં આ ડૉક્ટર 68 વર્ષથી પ્રૅક્ટિસ કરે છે, નિવૃત્ત કેમ નથી થતાં?
પ્રકાશિત
ડૉ. સુરી શ્રીમતી છેલ્લાં 68 વર્ષથી સતત તબીબી સેવા આપી રહ્યાં છે અને આજે પણ દર્દીઓની સારવાર કરે છે. એટલું જ નહીં, તેઓ સર્જન તરીકે પણ કામગીરી બજાવે છે.
ડૉ. સુરીના ભાઈ જણાવે છે કે તેઓ દિવસ-રાત દર્દીઓ માટે ઉપલબ્ધ રહે છે અને ઘણી વખત લોકો મોડી રાત્રે પણ તેમની પાસે સારવાર માટે પહોંચે છે.
ઝડપથી બદલાતી તબીબી દુનિયા સાથે તાલમેલ જળવાઈ રહે તે માટે તેઓ નિયમિત રીતે મેડિકલ જર્નલ્સ વાંચે છે.
તેમની લાંબી કારકિર્દીનું એક અનોખું ઉદાહરણ એ છે કે તેમણે એક જ પરિવારની ત્રણ પેઢીની મહિલાઓની સારવાર કરી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



