એસઆઇઆર અંગે ચૂંટણી કમિશનરોમાં 'મતભેદ'ના દાવા બાદ વિપક્ષે જ્ઞાનેશકુમારના રાજીનામાની માગ કરી

બીબીસી ગુજરાતી વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાની માગ કરી છે. એસઆઈઆર સર (જમણેથી) ચૂંટણી કમિશનના ત્રણ સભ્યો એસએસ સંધૂ, જ્ઞાનેશકુમાર અને ડૉ. વિવેક જોશી ગુજરાત બીબીસી ન્યૂઝ ગુજરાતી સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Ishant Chauhan/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાની માગ કરી છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

અંગ્રેજી અખબાર 'ઇન્ડિયન એક્સપ્રેસ'ના એક ઇન્વેસ્ટિગેટિવ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ચૂંટણીપંચના બે સભ્યોએ છેલ્લા કેટલાક મહિના દરમિયાન મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર સાથે અનેક મુદ્દે અસંમતિ વ્યક્ત કરી છે.

આ અહેવાલ બાદ રાજકીય હોબાળો શરૂ થયો છે અને વિપક્ષના નેતાઓએ સરકાર અને ચૂંટણીપંચની કાર્યશૈલી પર પ્રશ્નો ઊભા કર્યા છે.

'ધ ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે બે ચૂંટણી કમિશનરોએ ચૂંટણીપંચની કાર્યવાહી સામે "દસ મહિનામાં 14 વાંધા" નોંધાવ્યા છે.

અહેવાલ મુજબ, "આ વાંધા ચૂંટણી કમિશનરો સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ પોતાની જાતને અંધારામાં રાખવાથી માંડીને નવા મતદારો ઉમેરવા અને દૂર કરવા તેમજ "અનધિકૃત, ગેરકાયદેસર" કાર્યવાહી અંગે પ્રશ્ન ઉઠાવ્યા છે."

ભારતીય ચૂંટણીપંચ (ઇસીઆઇ)ની સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઇઆર) પ્રક્રિયા જૂન 2025માં બિહારમાંથી શરૂ થઈ હતી, પરંતુ 30 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ડ્રાફ્ટ મતદારયાદીમાંથી 13 કરોડથી વધુ નામો દૂર કરવામાં આવ્યાં છે. જોકે, જેમનાં નામ હઠાવાયાં છે તેમને પ્રક્રિયા સામે અપીલ કરીને જવાબ આપવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે.

વિરોધ પક્ષો પહેલાંથી જ ચૂંટણીપંચની ભૂમિકા પર પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

'ઇન્ડિયન એક્સપ્રેસ'ના અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે આ મુદ્દે ત્રણ સભ્યોના ચૂંટણીપંચની અંદર વારંવાર સવાલ ઉઠાવાયા હતા અને વાંધા નોંધાવાયા હતા.

હવે, આ અહેવાલ પ્રકાશિત થયા પછી, જે રાજ્યોમાં ચૂંટણીઓ યોજાઈ હતી ત્યાંના વિપક્ષના નેતા તેમની હાર માટે એસઆઇઆરમાં નામ કાઢી નખાયાં કે ઉમેરવાને જવાબદાર ઠેરવી રહ્યા છે.

આરજેડી નેતા અને બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય મંત્રી તેજસ્વી યાદવે ઍક્સ પર આ અહેવાલ શૅર કરતી વખતે ફરીથી દાવો કર્યો હતો કે, છેલ્લી બિહાર વિધાનસભા ચૂંટણીમાં તંત્ર અને યંત્ર વડે ચૂંટણી હરાવાઈ હતી, "અમે હાર્યા નથી, હરાવવામાં આવ્યા છે."

રાજ્યસભામાં ટીએમસીના સંસદીય નેતા ડેરેક ઑ'બ્રાયને સીઇસી જ્ઞાનેશકુમારને હઠાવવા માટે તેમની સામે મહાભિયોગની કાર્યવાહીની માંગ કરી છે.

અહેવાલમાં શું શું દાવા કરાયા છે?

બીબીસી ગુજરાતી (જમણેથી) ચૂંટણી કમિશનના ત્રણ સભ્યો એસએસ સંધૂ, જ્ઞાનેશકુમાર અને ડૉ. વિવેક જોશી બીબીસી ગુજરાતી વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાની માગ કરી છે. એસઆઈઆર સર (જમણેથી) ચૂંટણી કમિશનના ત્રણ સભ્યો એસએસ સંધૂ, જ્ઞાનેશકુમાર અને ડૉ. વિવેક જોશી ગુજરાત બીબીસી ન્યૂઝ ગુજરાતી સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, (જમણેથી) ચૂંટણી કમિશનના ત્રણ સભ્યો એસએસ સંધૂ, જ્ઞાનેશકુમાર અને ડૉ. વિવેક જોશી
બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

'ઇન્ડિયન એક્સપ્રેસ'નાં પત્રકાર રિતિકા ચોપરાએ પોતાના રિપોર્ટમાં જણાવ્યું હતું કે ચૂંટણી કમિશનર સુખબીરસિંહ સંધુ અને વિવેક જોશીએ છેલ્લા દસ મહિનામાં કમિશનના અનેક નિર્ણયો સામે વાંધો ઉઠાવ્યો હતો.

અહેવાલ મુજબ, જુલાઈમાં નવા મતદારો માટે ફૉર્મ 6માં એસઆઇઆર સંબંધિત એક પ્રશ્ન ઉમેરવામાં આવ્યો હતો. મે મહિનામાં, બંને કમિશનરોએ જણાવ્યું હતું કે કાયદામાં સુધારો કર્યા વિના આ ન કરી શકાય. તેમ છતાં, આ ફેરફાર કરવામાં આવ્યો, જેને સંધુએ "અનધિકૃત અને ગેરકાયદેસર" ગણાવ્યો.

અહેવાલમાં જણાવાયું છે કે બંને કમિશનરોએ પશ્ચિમ બંગાળમાં એસઆઇઆર દરમિયાન મતદારોનાં નામ કાઢી નાખવા અને અપીલ કરવા અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

જુલાઈના અંતમાં, બંને કમિશનરોએ દિલ્હીમાં પંચના વહીવટી વિભાગમાં કામના વિભાજન સામે પણ વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કૅબિનેટ સચિવ ટી.વી. સોમનાથનને અલગ પત્રો લખ્યા હતા, જેમાં તેને પંચને નિયંત્રિત કરતા કાયદાનું "સ્પષ્ટ ઉલ્લંઘન" ગણાવ્યું હતું. બીજા દિવસે, બંનેએ આદેશ રદ કર્યો હતો.

રિતિકા ચોપરાના અહેવાલ મુજબ, ગોવામાં 97 મતદારોને સ્થાનિક અધિકારીઓ દ્વારા લાયક ઠેરવવામાં આવ્યા હતા, પરંતુ તેમના નામ કેન્દ્રીકૃત સૉફ્ટવૅરમાં ન નોંધી શકાયાં. બંને કમિશનરોએ મતદારયાદી તૈયાર કરવા માટે ઉપયોગમાં લેવાતા સૉફ્ટવૅરના કેન્દ્રીકૃત નિયંત્રણ અંગે પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા.

વિપક્ષે જ્ઞાનેશકુમારને હઠાવવાની માંગ કરી

બીબીસી બીબીસી ગુજરાતી વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાની માગ કરી છે. એસઆઈઆર સર (જમણેથી) ચૂંટણી કમિશનના ત્રણ સભ્યો એસએસ સંધૂ, જ્ઞાનેશકુમાર અને ડૉ. વિવેક જોશી ગુજરાત બીબીસી ન્યૂઝ ગુજરાતી સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images/BBC

આ અહેવાલ જાહેર થયા પછી, રાજકીય વર્તુળોમાં ચૂંટણીપંચની ભૂમિકા અંગે ચર્ચા વધુ તીવ્ર બની છે અને ઘણા નેતાઓએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર પર નિશાન સાધ્યું છે.

ટીએમસી નેતા ડેરેક ઑ'બ્રાયને ઍક્સ પર લખ્યું , "પાંચ મહિના પહેલાં, 60 થી વધુ રાજ્યસભા સાંસદોએ રાજ્યસભાના અધ્યક્ષને પત્ર લખીને મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જ્યારે આ માટે 50 સાંસદોની જરૂર હતી. આજે, બે ચૂંટણી કમિશનરો દ્વારા મુખ્ય ચૂંટણી કમિશનરના અનેક નિર્ણયો સામે વાંધો ઉઠાવવાના મોટા સમાચાર પછી, આજે રાજ્યસભામાં તે પ્રસ્તાવ લાવવાનો સમય આવી ગયો છે. લોકશાહી બચાવવા માટે, મુખ્ય ચૂંટણી કમિશનર પર મહાભિયોગ ચલાવવો જોઈએ."

કૉંગ્રેસના નેતા પવન ખેડાએ આરોપ લગાવ્યો કે, "ભાજપ જ્ઞાનેશકુમાર ગુપ્તાને બચાવી રહી છે જેથી ભારતના ચૂંટણીપંચને અંદરથી પોલું કરી શકાય."

તેમણે ઍક્સ પર લખ્યું, "જ્ઞાનેશકુમાર ગુપ્તા એવી સંસ્થા પર અસાધારણ નિયંત્રણ ધરાવે છે, જેને ચૂંટણી કમિશનરોએ સામૂહિક રીતે ચલાવવાની હોય છે. આ પ્રક્રિયામાં, તેમણે ભાજપના ઇશારે ભારતની ચૂંટણીપ્રક્રિયાની વિશ્વસનીયતાનો નાશ એકલા હાથે કર્યો છે."

આરજેડી નેતા તેજસ્વી યાદવે ઍક્સ પર એક લાંબી પોસ્ટ લખી અને દાવો કર્યો કે તેમની પાર્ટીએ બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા અને દરમિયાન 'દોષપૂર્ણ એસઆઇઆર પ્રક્રિયા અંગે પ્રેઝન્ટેશન' આપ્યું.

તેમણે લખ્યું, "અમે મતચોરી અંગે સુપ્રીમ કોર્ટમાં ગયા હતા, પરંતુ મુખ્ય ચૂંટણી કમિશનર, ચૂંટણીપંચની બંધારણીય સંસ્થાના વડા હોઈ દરેક વખતે બધી બંધારણીય પરંપરાઓ, લોકશાહી મૂલ્યો અને શિષ્ટાચારને તોડીને બધાને ગેરમાર્ગે દોરતા હતા."

આરજેડી સાંસદ મનોજ ઝાએ ઍક્સ પર લખ્યું , "એ અત્યંત પરેશાન કરનારી બાબત છે જ્યારે લોકશાહીના પ્રહરી એવા દેખાવા લાગે કે જાણ તેઓ એ જ લોકશાહીને નુકસાન પહોંચાડી રહ્યા છે, જેમનું રક્ષણ કરવાનું તેમનું કામ છે."

શિવસેના યુબીટીના પ્રવક્તા સંજય રાઉતે જ્ઞાનેશકુમારને સસ્પેન્ડ કરવા અને તેમની સામે કાનૂની કાર્યવાહી કરવાની માંગ કરી છે.

તેમણે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પર આરોપ લગાવતાં કહ્યું , "ચૂંટણી પંચ ગૃહ મંત્રાલય હેઠળ આવે છે. જો વડા પ્રધાન દેશને બચાવવા માંગતા હોય, તો તેમણે અમિત શાહને તેમના પદ પરથી હઠાવવા જોઈએ."

જોકે, સમાચાર એજન્સી પીટીઆઇએ ચૂંટણીપંચના અધિકારીઓને ટાંકીને જણાવ્યું હતું કે બંને ચૂંટણી કમિશનરોએ એસઆઇઆર સંબંધિત કેટલાક મુદ્દા ઉઠાવ્યા જરૂર હતા, પરંતુ અંતિમ નિર્ણયો ત્રણેય કમિશનરોની સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા.

વરિષ્ઠ પત્રકારોએ પ્રશ્નો ઉઠાવ્યા

બીબીસી ગુજરાતી બીબીસી ગુજરાતી વિપક્ષોએ મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારને હઠાવવાની માગ કરી છે. એસઆઈઆર સર (જમણેથી) ચૂંટણી કમિશનના ત્રણ સભ્યો એસએસ સંધૂ, જ્ઞાનેશકુમાર અને ડૉ. વિવેક જોશી ગુજરાત બીબીસી ન્યૂઝ ગુજરાતી સમાચાર ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Samir Jana/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, જાન્યુઆરીમાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી પહેલાં મતદારયાદીમાં સુધાર માટે ચૂંટણી પંચ દ્વારા વિશેષ અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

વરિષ્ઠ પત્રકાર અને રાજકીય વિશ્લેષક આશુતોષે ચૂંટણીપંચની કામગીરી પર સવાલ ઉઠાવતાં ઍક્સ પર લખ્યું , "ત્રણ પ્રશ્નો - મુખ્ય ચૂંટણી કમિશનર કોના આદેશ પર કાયદા વિરુદ્ધ નિર્ણયો લઈ રહ્યા હતા? તેમને શા માટે વિશ્વાસ હતો કે તેઓ ભલે ગમે એ કરે, કોઈ તેમનું કંઈ નહીં કરે? શું ભાજપ હજુ પણ તેમનો બચાવ કરશે?"

તેમણે લખ્યું , "ઇન્ડિયન એક્સપ્રેસના અહેવાલ પછી, મુખ્ય ચૂંટણી કમિશનર પાસે તેમના પદ પર રહેવાનું કોઈ કારણ નથી. કાં તો તેમણે રાજીનામું આપવું જોઈએ અથવા તેમને મહાભિયોગ દ્વારા દૂર કરવા જોઈએ."

વરિષ્ઠ પત્રકાર સુહાસિની હૈદરે ઍક્સ પર લખ્યું, "રિતિકા ચોપરાનો અહેવાલ માત્ર ચૂંટણીપંચની આંતરિક પ્રક્રિયાઓ પર જ નહીં, પરંતુ છેલ્લા એક વર્ષમાં યોજાયેલી તમામ ચૂંટણીઓ પર પણ પ્રશ્ન ઉઠાવે છે, કારણ કે આ સમયગાળા દરમિયાન કમિશનની અંદર આવા વાંધા ઉઠાવવામાં આવ્યા હતા."

સુપ્રીમ કોર્ટના જાણીતા વરિષ્ઠ વકીલ પ્રશાંત ભૂષણે સુપ્રીમ કોર્ટને આ અહેવાલનું સંજ્ઞાન લેવાની માંગ કરી છે .

તેમણે ઍક્સ પર લખ્યું, "ત્રણ ચૂંટણી કમિશનરોમાંથી બેએ એસઆઇઆર સંબંધિત વિવિધ ઇસીઆઇ નિર્દેશો પર જ્ઞાનેશકુમારની કાર્યવાહી સામે વાંધો ઉઠાવ્યો હતો. પરંતુ સરકાર માટે કામ કરતા જ્ઞાનેશકુમારે ગેરકાયદેસર નિર્દેશો જારી કરવાનું ચાલુ રાખ્યું, જેના પરિણામે 13 કરોડથી વધુ મતદારોને મતદાનના અધિકારથી વંચિત રાખવામાં આવ્યા! સુપ્રીમ કોર્ટે આ બાબતનું સ્વતઃ સંજ્ઞાન લેવું જોઈએ!"

વરિષ્ઠ પત્રકાર રાજદીપ સરદેસાઈએ ઍક્સ પર લખ્યું, "શું હવે એક બંધારણીય સંસ્થા એક વ્યક્તિની સંસ્થા બની ગઈ છે, જે તેના આકાની ઇચ્છા મુજબ કાર્ય કરે છે? શું જ્ઞાનેશકુમાર આનો જવાબ આપશે?"

રાજદીપ સરદેસાઈએ આ અઠવાડિયાની શરૂઆતમાં અન્ય ભૂતપૂર્વ ચૂંટણી કમિશનર અશોક લવાસાના એક નિવેદનનો ઉલ્લેખ કર્યો હતો, જેમાં તેમણે ચૂંટણીપંચને એસઆઇઆરની અવ્યવસ્થા માટે માફી માંગવા કહ્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન