ડોનાલ્ડ ટ્રમ્પે ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કૉરિડોર અંગે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઊર્જા પુરવઠા માટે એવા વૈકલ્પિક માર્ગો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેના પર ઈરાનનું નિયંત્રણ ન હોય.

ઇમેજ સ્રોત, Chip Somodevilla/Getty Images

ઇમેજ કૅપ્શન, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઊર્જા પુરવઠા માટે એવા વૈકલ્પિક માર્ગો વિકસાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે, જેના પર ઈરાનનું નિયંત્રણ ન હોય.
પ્રકાશિત
વાંચવાનો સમય: 6 મિનિટ

ટ્રમ્પે જણાવ્યું કે વેપારી જહાજો પર ઈરાનના હુમલાઓ પછી મધ્ય પૂર્વમાંથી ઊર્જા પુરવઠા માટે વિકલ્પિક માર્ગો વધુ મહત્ત્વપૂર્ણ બની ગયા છે.

તેમણે આ વાત ન્યૂ યૉર્કમાં યોજાયેલા સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રની સાઇડલાઇન પર ગલ્ફ કો-ઑપરેશન કાઉન્સિલ અને આરબ દેશોના નેતાઓ સાથેની બેઠક દરમિયાન કહી હતી.

ટ્રમ્પે ઊર્જા પરિવહન માટે એવા માર્ગો તૈયાર કરવાની વકાલાત કરી કે જેના પર ઈરાનનો પ્રભાવ કે નિયંત્રણ ન હોય.

તેમણે જણાવ્યું, "મારું પ્રશાસન ભારત-મધ્ય પૂર્વ-યુરોપ આર્થિક કૉરિડોર અને ઑઇલ નિકાસના અન્ય માર્ગોને સંપૂર્ણ સમર્થન આપે છે, પછી ભલે તે પાઇપલાઇન હોય કે અન્ય કોઈ વ્યવસ્થા."

ટ્રમ્પે વધુમાં કહ્યું, "અમે સાથે મળીને તે પડકારોને દૂર કરવાની નજીક પહોંચી ગયા છીએ, જેઓ દાયકાઓથી આ સમગ્ર પ્રદેશને પરેશાન કરતા રહ્યા છે."

ભારત-મધ્યપૂર્વ-યુરોપ આર્થિક કૉરિડોર શું છે?

આ કૉરિડોર એક મહત્ત્વાકાંક્ષી ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને કનેક્ટિવિટી પ્રોજેક્ટ છે, જે ભારતને મધ્યપૂર્વ અને યુરોપ સાથે વધુ ઝડપથી અને અસરકારક રીતે જોડવાનો હેતુ ધરાવે છે.

આ પ્રોજેક્ટમાં રેલવે, બંદરો, શિપિંગ રૂટ, ઊર્જા નેટવર્ક અને ડિજિટલ કનેક્ટિવિટીનો સમાવેશ થાય છે.

તેની જાહેરાત સપ્ટેમ્બર 2023માં નવી દિલ્હીમાં યોજાયેલા જી-20 શિખર સંમેલન દરમિયાન કરવામાં આવી હતી.

આ કૉરિડોરને ભારત, મધ્યપૂર્વ અને યુરોપ વચ્ચે વેપાર, રોકાણ અને સપ્લાય ચેઇનને મજબૂત બનાવવાના એક મહત્ત્વપૂર્ણ પ્રયાસ તરીકે જોવામાં આવે છે.

એશિયન ગેમ્સ 2026 : મનુ ભાકર મેડલ ચૂક્યાં, ફાઇનલમાં 5મા સ્થાને રહ્યાં

મનુ ભાકરે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 579 અંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. (ફાઇલ ફોટો)

ઇમેજ સ્રોત, ALAIN JOCARD/AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, મનુ ભાકરે ક્વૉલિફિકેશન રાઉન્ડમાં 579 અંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું. (ફાઇલ ફોટો)

ભારતનાં સ્ટાર શૂટર મનુ ભાકરે એશિયન ગેમ્સ 2026માં મહિલાઓની 10 મીટર ઍર પિસ્તોલ સ્પર્ધાની ફાઇનલમાં 5મું સ્થાન મેળવ્યું. તે મેડલ જીતવામાં નિષ્ફળ રહ્યાં.

મનુએ ફાઇનલમાં 181.1 અંક પ્રાપ્ત કર્યા હતા.

જ્યારે આ જ સ્પર્ધાની ટીમ ઇવેન્ટમાં ભારતીય ટીમ બહુ ઓછા અંતરથી મેડલ જીતવાથી ચૂકી ગઈ હતી.

ક્વૉલિફિકેશન રાઉન્ડમાં મનુએ 579 અંક સાથે ત્રીજું સ્થાન મેળવ્યું હતું.

ક્વૉલિફિકેશન રાઉન્ડમાં મનુ ઉપરાંત બીજી કોઈ ભારતીય નિશાનબાજ ટૉપ-8માં સ્થાન મેળવી શક્યા નહોતા.

ઈશાસિંહ 572 અંક સાથે 15મા સ્થાને રહ્યાં હતાં. જ્યારે સુરુચિ ઇન્દરસિંહે 568 અંક મેળવી 26મું સ્થાન મેળવ્યું હતું. બંને ફાઇનલ માટે ક્વૉલિફાય થઈ શક્યાં નહોતાં.

વંદે માતરમ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ધાર્મિક કારણોસર ગીત ન ગાનારા સામે કોઈ ફોજદારી કાર્યવાહી ન થવી જોઈએ'

વંદે માતરમ અંગે સુપ્રીમ કોર્ટે કહ્યું, 'ધાર્મિક કારણોસર ગીત ન ગાનારા સામે કોઈ ફોજદારી કાર્યવાહી ન થવી જોઈએ' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
હવામાન સમાચાર જાણવા અમને WhatsApp પર ફૉલો કરો
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

વંદે માતરમના તમામ અંતરા ન ગાવા બદલ સજાની જોગવાઈને પડકારતી અરજી પર સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે જો કોઈ વ્યક્તિ ધાર્મિક કારણોસર આ ગીત ગાતી નથી, તો તેના વિરુદ્ધ કાર્યવાહી કરી શકાતી નથી.

લાઇવ લૉના જણાવ્યા અનુસાર, સુપ્રીમ કોર્ટે મંગળવારે કર્ણાટકના જાણીતા સંગીતકાર ટી.એમ. કૃષ્ણાની અરજી પર સુનાવણી દરમિયાન આ ટિપ્પણી કરી હતી.

ટી.એમ. કૃષ્ણાએ 1971ના પ્રિવેન્શન ઑફ ઇન્સલ્ટ્સ ટુ નૅશનલ ઑનર ઍક્ટમાં વર્ષ 2026માં કરવામાં આવેલા સુધારાની સંવિધાનિક માન્યતાને પડકારી છે.

આ સુધારામાં રાષ્ટ્રીય ગીત 'વંદે માતરમ' ન ગાવાને પણ દંડનીય બનાવવાના દાયરામાં લાવવામાં આવ્યું છે.

તે ઉપરાંત, કૃષ્ણાની અરજીમાં ગૃહ મંત્રાલયના તે નિર્દેશોને પણ પડકારવામાં આવ્યા છે, જેમાં સત્તાવાર કાર્યક્રમોમાં વંદે માતરમના તમામ છ અંતરા ગાવા માટે કહેવામાં આવ્યું છે.

સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પોતાના 1986ના એક નિર્ણયની યાદ અપાવી હતી. આ નિર્ણયમાં અદાલતે રાષ્ટ્રગાન ન ગાવાના વ્યક્તિના અધિકારને માન્યતા આપી હતી.

આ અરજીની સુનાવણી મુખ્ય ન્યાયાધીશ સૂર્યકાંત, જસ્ટિસ જોયમાલ્યા બાગચી અને જસ્ટિસ વી. મોહનાની બેન્ચે કરી હતી.

બેન્ચે જણાવ્યું કે 'રાષ્ટ્રીય ગીત' શું છે તે નક્કી કરવું અદાલતના અધિકારક્ષેત્રમાં આવતું નથી. જોકે, અદાલત એ બાબતનું પરીક્ષણ કરશે કે 'બિજો ઇમેન્યુઅલ' કેસની જેમ ધાર્મિક કારણોસર ગીત ન ગાનારા વ્યક્તિના અધિકારનું રક્ષણ થાય છે કે નહીં.

બેન્ચે કહ્યું કે તેને આશા છે કે 'બિજો ઇમેન્યુઅલ' કેસમાં આપવામાં આવેલા નિર્ણયનું પાલન કરવામાં આવશે અને ધાર્મિક કારણોસર ગીત ન ગાનારા વ્યક્તિ સામે કોઈ ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે નહીં.

સુનાવણી દરમિયાન સોલિસિટર જનરલ તુષાર મહેતા અને ટી.એમ. કૃષ્ણાની તરફથી હાજર રહેલા વરિષ્ઠ વકીલ ડૉ. એસ. મુરલીધરન વચ્ચે તીખી દલીલો જોવા મળી હતી.

ઈરાનને 'તબાહ' કરવાની ધમકી આપ્યા પછી ટ્રમ્પે કહ્યું, 'તેમની સાથે સારી મુલાકાત થઈ'

ઈરાનને 'તબાહ' કરવાની ધમકી આપ્યા પછી ટ્રમ્પે કહ્યું, 'તેમની સાથે સારી મુલાકાત થઈ' – ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Toby Melville - WPA Pool/Getty Images

ઇમેજ કૅપ્શન, ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે બેઠકમાં અમેરિકાની તરફથી વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને જૅરેડ કુશ્નર પણ સામેલ થયા હતા.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે મંગળવારે અમેરિકા અને ઈરાનના નેતાઓ વચ્ચે લગભગ ત્રણ કલાક સુધી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં અમેરિકાની તરફથી વિશેષ દૂત સ્ટીવ વિટકૉફ અને જજૅરેડ કુશ્નર પણ હાજર રહ્યા હતા.

ટ્રમ્પે બેઠક અંગે કહ્યું, "આ ખૂબ જ સારી અને ઉપયોગી બેઠક હતી. હવે આગળ શું થાય છે તે જોઈએ."

જોકે, તેમણે સ્પષ્ટ કર્યું નહોતું કે બેઠકમાં ઈરાન તરફથી કયા નેતાઓ ભાગ લઈ રહ્યા હતા.

બેઠકમાં હાજર રહેલા સ્ટીવ વિટકૉફે પણ જણાવ્યું કે તેઓ "હાલ ખૂબ સારું અનુભવી રહ્યા છે." જોકે, તેમણે બેઠક વિશે વધુ કોઈ માહિતી આપી નહોતી.

આ પહેલાં ટ્રમ્પે ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સાથે મુલાકાતની સંભાવના અંગે જણાવ્યું હતું કે કદાચ તેઓ આવું કરી શકે. જોકે, બંને પક્ષોની તરફથી આવી કોઈ મુલાકાતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી.

આથી પહેલાં ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને 'તબાહ' કરવાની ધમકી પણ આપી હતી. તેમણે સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું હતું કે અમેરિકા પાસે બે માર્ગ છે: ઈરાન સાથે સમજૂતી કરવી અથવા તેને સંપૂર્ણપણે સમાપ્ત કરી દેવું.

બીજી તરફ, ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકોમાં ભાગ લેવા માટે તેહરાનથી ન્યૂ યૉર્ક રવાના થઈ ગયા છે.

રવાના થતા પહેલાં પત્રકારો સાથે વાતચીતમાં પેઝેશ્કિયને કહ્યું, "સંયુક્ત રાષ્ટ્રની બેઠક મને ઈરાનના અભિગમનું મજબૂતીથી સમર્થન અને બચાવ કરવાનો અવસર આપશે."

તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'કાશ્મીર'નો ઉલ્લેખ કરતાં શું કહ્યું?

બીબીસી ગુજરાતી તુર્કીના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 'કાશ્મીર'નો ઉલ્લેખ કરતાં શું કહ્યું?

ઇમેજ સ્રોત, ANGELA WEISS / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ આર્દોઆન સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રને સંબોધિત કરી રહ્યા હતા ત્યારની તસવીર.

તુર્કીના રાષ્ટ્રપતિ રેચેપ તૈય્યપ આર્દોઆને ન્યૂ યૉર્કમાં આયોજિત સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના 81મા સત્રને સંબોધિત કરતા 'કાશ્મીર'નો ઉલ્લેખ કર્યો.

વિશ્વના નેતાઓ સામે પોતાના સંબોધનમાં તેમણે દક્ષિણ એશિયામાં શાંતિ માટે કાશ્મીર વિવાદને વાતચીત મારફતે ઉકેલવાની વકીલાત કરી.

અર્દોઆને કહ્યું, "દક્ષિણ એશિયામાં સ્થિરતા માટે જરૂરી છે કે કાશ્મીર મુદ્દા સહિત તમામ વિવાદોને સંયુક્ત રાષ્ટ્ર ચાર્ટર અને તેની સાથે સંકળાયેલા પ્રાસંગિક ઠરાવોની મર્યાદામાં સંવાદ (ડાયલૉગ) મારફતે ઉકેલવામાં આવે."

આ અંગે અત્યાર સુધી ભારત તરફથી કોઈ આધિકારિક પ્રતિક્રિયા નથી આવી. જોકે, ભારતીય વિદેશ મંત્રાલય આ અગાઉ તુર્કીનાં આવાં નિવેદનોને સંપૂર્ણપણે ફગાવી ચૂક્યું છે.

નોંધનીય છે કે તુર્કી અગાઉ પણ 'કાશ્મીર' મુદ્દાને વૈશ્વિક મંચો પર ઉઠાવતું રહ્યું છે અને પાકિસ્તાનની સરાહના કરતું રહ્યું છે.

ફ્રાન્સના રાષ્ટ્રપતિએ સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કહ્યું, 'આપણને બધાને શરમ આવવી જોઈએ'

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રને સંબોધિત કરી રહેલા ઇમૅન્યુએલ મૅક્રોં.

ઇમેજ સ્રોત, Mehmet Eser/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રને સંબોધિત કરી રહેલા ઇમૅન્યુએલ મૅક્રોં.

ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઇમૅન્યુએલ મૅક્રોંએ ગાઝા પટ્ટીમાં શાંતિ કાયમ થયાના અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના દાવા સામે સવાલ ઉઠાવ્યા છે.

સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના વાર્ષિક સત્રમાં મૅક્રોંએ કહ્યું કે શાંતિની જાહેરાત છતાં ગાઝામાં હજુ સુધી કોઈ હ્યુમેનિટેરિયન કૉરિડૉર ફરી ખુલ્લું મૂકવામાં નથી આવ્યું.

મૅક્રોંએ ગાઝાની સ્થિતિ અંગે આંતરરાષ્ટ્રીય સમુદાયની ભૂમિકા સામે સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું, "વિશ્વ સામે એક એવું દૃશ્ય છે, જેના પર આપણને બધાને શરમ આવવી જોઈએ."

મેક્રોંએ કહ્યું, "જો આપણે ગાઝા અંગે સતત સંતુષ્ટ જળવાઈ રહ્યા તો આપણી વિશ્વસનીયતા શું રહી જશે? કેટલાક લોકો આ કહેવાતી શાંતિને વખાણી રહ્યા છે. પરંતુ આ શાંતિએ માનવીય ઉદ્દેશો માટે એક સેકંડ માટે પણ પહોંચ સુનિશ્ચિત નથી કરી. શું આપણે ચૂપચાપ રહીને આ દૃશ્ય જોતા રહીશું, જેના પર આપણને બધાને શરમ આવવી જોઈએ?"

નોંધનીય છે કે મૅક્રોંએ કહ્યું છે કે, રશિયા અને યુક્રેન વચ્ચે સાર્થક વાતચીતની શરૂઆત કરાવવા માટે ફ્રાન્સ દરેક સંભવ પ્રયાસ કરશે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન