You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
BBC News, ગુજરાતી - સમાચાર
નવાજૂની
ટ્રમ્પે ઈરાન સાથે ફરી વાતચીતના સંકેત આપ્યા, કહ્યું, 'મારા પ્રતિનિધિઓ પાકિસ્તાન જઈ રહ્યા છે'
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું છે કે તેમના પ્રતિનિધિઓ ઈરાન સાથે વાતચીત માટે પાકિસ્તાન જઈ રહ્યા છે.
ઈરાન : બે ભારતીય ટૅન્કરો પર હૉર્મુઝમાં ગોળીબાર કરાયો, ઑઇલ ભરેલાં એ જહાજોનું શું થયું?
ભારતે હોર્મુઝ સામુદ્રધુનીમાં ઈરાનના રિવૉલ્યૂશનરી ગાર્ડ્સ તરફથી બે ભારતીય જહાજો પર કરવામાં આવેલાં ફાયરિંગને લઈને ગંભીર ચિંતા વ્યક્ત કરી છે, જેનાં કારણે ભારતીય જહાજોએ પોતાનો રસ્તો બદલવો પડ્યો હતો.
હિંમત ખાટસુરિયા : ગુજરાતના એ કવિ જેમણે ગરીબો માટે લખ્યું ને પોલીસની લાઠીઓ ખાધી
ભાવનગરના કવિ હિંમત ખાટસુરિયાએ અનેક આંદોલનમાં ભાગ લીધો હતો. ગરીબી અને ભૂખમરો તેમની ચિંતાના અને કાવ્યસર્જનના વિષય રહ્યા છે. હિંમતભાઈ વર્તમાન પ્રવાહો અને ઘટનાઓથી વાકેફ રહેતા અને તેના પર કવિતા લખી નાખતા. હિંમત ખાટસુરિયાનો જન્મ ભાવનગરના 10-2-1933માં વરતેજ ગામે ભાવસાર કુટુંબમાં થયો હતો.
પાણીપત : બાબરે માત્ર 20 હજાર સૈનિકોની મદદથી પાંચ જ કલાકમાં ઇબ્રાહીમ લોદીના એક લાખના સૈન્યને કેવી રીતે હરાવ્યું?
તૈમૂરે ભારત ઉપર ચઢાઈ કરી, તેનાં લગભગ 125 વર્ષો પછી તેમની છઠ્ઠી પેઢીના વંશજ ઝહીરૂદ્દીન બાબરે પણ ભારત ઉપર આક્રમણનું અભિયાન શરૂ કર્યું.
વીડિયો, 'હવે નહીં આવું...' સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લાઠીચાર્જ બાદ આ ભાઈ શું બોલ્યા?, અવધિ 1,08
બીબીસી સંવાદદાતા અજીત ગઢવીના જણાવ્યા અનુસાર ટ્રેન ઉપડતાં રેલવે સ્ટેશન પર દોડાદોડી થઈ. રેલવે સ્ટેશન પર પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે કેટલાક લોકો બેભાન થવાની અવસ્થા સુધી પહોંચી ગયાના અહેવાલ પણ છે.
તામિલનાડુમાં ફટાકડાં બનાવતી ફૅક્ટરીમાં વિસ્ફોટ થવાથી 23 લોકોનાં મૃત્યુ – ન્યૂઝ અપડેટ
ગુજરાત સહિત દેશ અને દુનિયાના મહત્ત્વપૂર્ણ સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બીબીસી ગુજરાતીના આ પેજ સાથે.
ધંધુકા : 'બાઇક અથડાવા મામલે બોલાચાલી બાદ થયેલી હત્યા'ના કેસમાં અત્યાર સુધી શું-શું થયું?
અમદાવાદ જિલ્લાના ધંધુકામાં બાઇક ટકરાવા મુદ્દે શનિવારે યુવકની હત્યા થઈ હતી. જેના પગલે તણાવભરી શાંતિ પ્રવર્તે છે. આ મામલે પોલીસે બે આરોપીઓની ધરપકડની કાર્યવાહી આદરી છે.
'મને બહાર કાઢો,' કાટમાળમાંથી અવાજ આવ્યો, 'દફનાવી' દેવાયેલી વ્યક્તિ 16 દિવસ બાદ જીવતી કેવી રીતે નીકળી
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વા પ્રાંતના મર્દાન જિલ્લાના રુસ્તમ વિસ્તારમાં તા. 31મી માર્ચના રોજ માર્બલની ખાણમાં એક દુર્ઘટના ઘટી હતી. આ ભયાનક દુર્ઘટના પછી પરિવારજનોએ અબ્દુલ વહાબને મૃત માની લીધા હતા અને 'તેમના મૃતદેહ'ની દફનક્રિયા કરી નાખી હતી. પરંતુ 16 દિવસ બાદ શું થયું?
હોર્મુઝ કરતાં પણ સાંકડી સામુદ્રધુની ચીન માટે કેટલી મહત્ત્વપૂર્ણ, જો અમેરિકા-ભારત હસ્તક્ષેપ કરે તો શું થશે?
સોમવારે સાઇન કરવામાં આવેલા સંરક્ષણ કરાર પછી અમેરિકાએ ઇન્ડોનેશિયન પ્રદેશ ઉપર ઉડાન ભરવા માટે લશ્કરી પરવાનગીનો પ્રસ્તાવ રજૂ કર્યો હોવાની ઇન્ડોનેશિયન અધિકારીઓએ પુષ્ટિ કર્યા બાદ દક્ષિણ પૂર્વીય એશિયામાં આવેલી સ્ટ્રેટ ઓફ મલાક્કા (મલાક્કાની સામુદ્રધુની) ફરી ચર્ચામાં આવી ગઈ છે. ઇન્ડોનેશિયાના વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે, આ અંગે હજુ નિર્ણય લેવો બાકી છે.
ભારત/વિદેશ
પર્શિયા જીત્યા બાદ આરબો એકબીજા સાથે કેમ ઝઘડવા લાગ્યા, ઈરાની સંસ્કૃતિનું શું થયું?
આજે ઈરાન અને અમેરિકા વચ્ચે ભયંકર તણાવ છે. પરંતુ ઈરાન કોઈ નવો દેશ નથી. તેની સભ્યતા અને સંસ્કૃતિ હજારો વર્ષો પુરાણી છે. એક સમયે હાલના આ ઈરાનના સામ્રાજ્યની જડો યુરોપ, આફ્રિકા અને ભારતના સિંધ સુધી વિસ્તરેલી હતી. આ શ્રેણી તેમના ઇતિહાસનું એક પાનું ફંફોસવાનો પ્રયત્ન છે. એ અંતર્ગત પાંચ પૈકી ત્રણ લેખ પ્રગટ થઈ ચૂક્યા છે. આ ચોથો લેખ છે.
ફળોની છાલમાં કેવાં પોષક તત્ત્વો હોય છે, છોતરાંને ફેંકવાને બદલે તેનો લાભ લેવાની પાંચ રીત
ઘણાં ફળો અને શાકભાજીની માફક જ કેળાંની છાલ ખાવાલાયક હોય છે અને તે આવશ્યક પોષક તત્ત્વો ધરાવે છે. નારંગીના કિસ્સામાં તેનો 20 ટકા ભાગ છોતરાં હોય છે. એક અભ્યાસ અનુસાર, 2018માં લગભગ 15.1 મિલિયન ટન નારંગીનાં છોતરાં નીકળ્યાં હતાં (જે પ્રમાણ આશરે 80,000 બ્લ્યુ વ્હેલ કે 2,500 વિશાળ રેડવૂડનાં વૃક્ષો જેટલું છે). આ પોષક તત્ત્વોનો લાભ કઈ રહી લઈ શકાય
'સુપર અલ-નીનો' શું છે, તેનાથી હવામાનમાં કેવા ભયાનક ફેરફારો થશે?
એક લાક્ષણિક અલ નીનો ઘટના વેળાએ સામાન્ય રીતે વૈશ્વિક તાપમાનમાં વધારો થતો હોય છે તેમજ કેટલાક વિસ્તારોમાં વધુ ઉષ્ણકટિબંધીય તોફાનો અને અન્ય વિસ્તારોમાં સૂકી પરિસ્થિતિ સર્જાય છે. તેથી ખાસ કરીને મજબૂત તોફાનના સમાચાર ચિંતાનું કારણ બની શકે છે.
400 ચોરી અને પોલીસના ચોપડે મૉસ્ટ વૉન્ટેડ, પાંચ કલાક પાણીમાં શ્વાસ કેવી રીતે લીધા?
પોલીસ સ્ટેશનમાંથી ફરાર થઈ ગયેલા આ આરોપીને શોધવા પોલીસે આકાશ-પાતાળ એક કરી દીધાં. છેલ્લે પોલીસે સ્કૂબાડાઇવરની મદદ લીધી તો આરોપી પાણીની અંદર બેઠલો જોવા મળ્યો. કઈ રીતે પાણીમાં જીવ્યો?
'ત્રણ મહિના સુધી દરરોજ રસ્તા પર ફરતાં રહ્યાં': એકમાત્ર પુત્રના મૃત્યુના કેસમાં પુરાવા એકઠા કરતી માતાની કહાણી
એકમાત્ર પુત્રને ગુમાવી દીધેલાં માતા લલિતા ચૌધરી આ બે વર્ષમાં પોલીસ સ્ટેશનો અને પોલીસ અધિકારીઓના ધક્કા ખાતાં રહ્યાં છે.
'મૃત માતાએ સપનામાં આવીને કહ્યું ન હોત તો ખબર ન પડી હોત કે મને કૅન્સર છે'
સપનાં આપણા માટે કેમ જરૂરી છે, કયાં સપનાંને ગંભીરતાથી લઈ શકાય અને ખરાબ સપનાં વિશે શું વિચારવું જોઈએ.
મોદી સરકાર પાસે બે-તૃતીયાંશ બહુમતી ન હતી, આમ છતાં બંધારણીય સુધાર બિલ લાવવા પાછળ શું ગણતરી હતી?
131મો બંધારણીય સુધાર કરવા માટેનો ખરડો શુક્રવારે લોકસભામાં રજૂ થયો હતો, જેની ઉપર મતદાન થયું, ત્યારે તે સંસદના નીચલાગૃહમાંથી પસાર નહોતો થઈ શક્યો. ખરડાને પસાર થવા માટે 362 મતની જરૂર હતી, ત્યારે બિલના સમર્થનમાં 298 અને વિરોધમાં 230 મત પડ્યા હતા.
8 મહિનાથી ગુમ 'પુષ્પા'નું હાડપિંજર કેવી રીતે શોધી કાઢવામાં આવ્યું, આખું પોલીસસ્ટેશન સસ્પેન્ડ થયું
ઝારખંડના બોકારો સ્થિત પિંડ્રાજોરા પોલીસ થાણામાં તહેનાત તમામ 28 પોલીસ કર્મચારીઓને જિલ્લા પોલીસ વડાએ સસ્પેન્ડ કર્યા છે. સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓ પર આરોપ છે કે તેમણે આઠ મહિના પહેલાં ગુમ થયેલી પુષ્પા મહતોના અપહરણ અને હત્યાના આરોપીઓ સાથે સાંઠગાંઠ કરીને કેસની તપાસને 'નબળી' બનાવી હતી.
એ દેશ જ્યાં જવા એક સમયે ભારતીયો પડાપડી કરતા હતા, ત્યાં કેમ બહુ લોકો નથી જવા માગતા?
મધ્યમ વર્ગના ભારતીય પરિવારો માટે કૅનેડા વર્ષોથી એક મજબૂત આકર્ષણ બની રહ્યું છે. તેની ખાનગી કૉલેજો સરેરાશ ભારતીય વિદ્યાર્થીઓ માટે પણ વિદેશમાં અભ્યાસ અને અંતે ત્યાં સ્થાયી થવા માટેનો વિશ્વસનીય માર્ગ પ્રદાન કરતી હતી.
પૉડકાસ્ટ : દુનિયા જહાન
આંતરરાષ્ટ્રીય ઘટનાઓને સમજાવતો કાર્યક્રમ