સુરતનાં એ મહિલાની કહાણી જેઓ પુરૂષોના વાળ કાપે છે અને દાઢી કરે છે
સુરતનાં એ મહિલાની કહાણી જેઓ પુરૂષોના વાળ કાપે છે અને દાઢી કરે છે
પ્રકાશિત
આજે વાત કરીએ એ મહિલાની કે જે પુરૂષોના વાળ કાપે છે અને દાઢી કરે છે.
સુરતમાં રહેતાં 27 વર્ષનાં રોઝી શેખ એ મૂળ તો બિહારના પટનાનાં છે. જોકે, તેઓ છેલ્લાં દસેક વર્ષથી સુરતમાં પોતાનું જેન્ટ્સ સલૂન શરૂ કરીને આ કામ કરી રહ્યાં છે.
રોઝીનું કહેવું છે કે સૌ તેમના સલૂન પર પહેલાં આવે ત્યારે મને જુએ છે અને તેમને નવાઈ લાગે છે. તેમનું કહેવું છે કે મહિલાઓ આજે વિમાન પણ ઉડાવે છે અને ગૅરેજ પણ ચલાવે છે તો આ ફીલ્ડમાં પણ કામ કરી જ શકે છે.
પરિવારના વિરોધ વચ્ચે જેન્ટ્સ સલૂન શરૂ કરનારાં રોઝી શેખની શું છે આખી કહાણી અને તેમને કેવા કેવા અનુભવો થાય છે એ જુઓ આ વીડિયોમાં.
વીડિયો : રૂપેશ સોનવણે

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



