તરણેતરનો મેળો: મોતના કૂવાનું સ્ટેજ તૂટ્યું, લોકોએ શું કર્યું કે બીજાના જીવ બચ્યા?
તરણેતરનો મેળો: મોતના કૂવાનું સ્ટેજ તૂટ્યું, લોકોએ શું કર્યું કે બીજાના જીવ બચ્યા?
પ્રકાશિત
ગુજરાતના જાણીતા તરણેતરના મેળામાં મુલાકાતીઓની સૂઝબૂઝના કારણે મોટી દુર્ઘટના સર્જાતાં સર્જાતાં રહી છે.
તરણેતર મેળામાં મોતના કૂવાનું સ્ટેજ તૂટી પડ્યું હતું, જેના કારણે અફરાતફરી મચી હતી.
જોકે, સ્ટેજ સાથે જોડાયેલી લોખંડની એંગલ પણ નમી પડી હોવાનું દેખાતાં જ કેટલાક લોકોએ પહોંચીને તેને પકડી રાખી હતી.
આ લોકોની સૂઝબૂઝના કારણે સ્ટેજ આખું તૂટતાં બચી ગયું હતું. અને કેટલાક મુલાકાતીઓ પણ સરળતાથી નીચે ઉતરી શક્યા હતા.
આ ઘટનામાં કેટલાક લોકોને નાની ઈજાઓ થયાનું સામે આવ્યું છે. સદનસીબે કોઈ મોટી જાનહાની નહોતી થઈ,
જોકે, આ ઘટનાએ મેળાની રાઈડ્સ કે મોતના કુવાની સેફ્ટી મામલે સવાલો પેદા કર્યા છે.
આ ઘટનાને લઈને વહીવટી તંત્ર તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નહોતી




