ગુજરાતમાં વરસાદી સિસ્ટમ, આગામી ત્રણ દિવસની આગાહી અને ચોમાસાની વિદાય અંગે IMDએ શું કહ્યું?
ગુજરાતમાં વરસાદી સિસ્ટમ, આગામી ત્રણ દિવસની આગાહી અને ચોમાસાની વિદાય અંગે IMDએ શું કહ્યું?
પ્રકાશિત
ગુજરાતમાં સૌરાષ્ટ્ર અને કચ્છ પર બનેલી લો પ્રેશર સિસ્ટમ વચ્ચે હવામાનની સ્થિતિ અંગે વિગતવાર માહિતી આપવામાં આવી છે.
રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવોથી મધ્યમ વરસાદ પડવાની શક્યતા છે, જ્યારે પાંચથી છ દિવસ સુધી છૂટોછવાયો વરસાદ ચાલુ રહી શકે છે.
સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાત, પૂર્વ અને મધ્ય ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
જોકે ભારેથી અતિભારે વરસાદની શક્યતા નહિવત છે. સાથે જ પશ્ચિમ રાજસ્થાન તરફથી એન્ટિ સાયક્લોન બનવાની સ્થિતિ સાથે ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થવાની શક્યતા દર્શાવવામાં આવી છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



