દીવ તરફ જઈ રહેલી કાર પાણીમાં પડી, આ રીતે બચાવ થયો

વીડિયો કૅપ્શન, દીવ તરફ જઈ રહેલી કાર પાણીમાં પડી, આ રીતે બચાવ થયો
દીવ તરફ જઈ રહેલી કાર પાણીમાં પડી, આ રીતે બચાવ થયો
પ્રકાશિત

ગીર સોમનાથમાં કોડિનારથી દીવ તરફ જઈ રહેલી કાર પાણી ભરેલી ખાડામાં ખાબકી હતી. આ કારમાં ચાર મિત્રો સવાર હતા.

નળીયા માંડવી નજીક વરસાદી પાણીના ભારે પ્રવાહને કારણે કાર ખાડામાં ઊતરી ગઈ હતી.

કારમાં સવાર ચારેય મિત્રો કારમાંથી બહાર નીકળી જતાં તેમનો બચાવ થયો હતો.

ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો પણ સ્થળ પર પહોંચ્યા હતા. અને ટ્રૅક્ટરની મદદથી કારને પાણી ભરેલી ખાડીમાંથી બહાર કાઢી હતી.

માંડવી, ગુજરાતમાં વરસાદ, બીબીસી ગુજરાતી