You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતમાં કઈ તારીખથી શરૂ થશે ચોમાસાનો વરસાદ, મુંબઈ પહોંચતા પણ થઈ શકે વધુ મોડું
ભારતમાં 4 જૂને ચોમાસાનું આગમન થયા બાદથી ગુજરાતમાં પડી રહેલી ભયંકર ગરમી અને બફારાથી રાહત મેળવવા માટે લોકો રાજ્યમાં ચોમાસું બેસવાની રાહ જોઈ રહ્યા છે.
ગુજરાતમાં પાછલા અમુક દિવસોથી અમુક જિલ્લામાં છૂટાંછવાયાં સ્થળોએ વરસાદ તો પડી રહ્યો છે, છતાં મોટા ભાગે રાજ્યમાં બધે શુષ્ક હવામાન અને આકરી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.
આવી સ્થિતિમાં હવામાન વિભાગે ફરી એક વાર દેશમાં ચોમાસાની આગેકૂચ અને રાજ્યમાં આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા અંગે આગાહી વ્યક્ત કરી છે.
આમ તો ગુજરાતમાં સામાન્ય રીતે 15 જૂનથી વરસાદ પડવાની શરૂઆત થઈ જાય છે, પરંતુ આ વખત રાજ્યમાં પ્રીમોન્સૂન ઍક્ટિવિટી પણ મંદ પડેલી જોવા મળી રહી છે.
કઈ તારીખની આસપાસ રાજ્યમાં ચોમાસાનો વરસાદ પહોંચશે અને ક્યારથી શરૂ થશે ચોમાસું એ જાણો આ વીડિયોમાં.
વીડિયો: દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન