નીટ પેપર લીક : વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યા બાદ પરિવારની શું સ્થિતિ છે?

વીડિયો કૅપ્શન, નીટ પેપર લીક : વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યા બાદ પરિવારની શું સ્થિતિ છે?
નીટ પેપર લીક : વિદ્યાર્થિનીએ જીવન ટૂંકાવ્યા બાદ પરિવારની શું સ્થિતિ છે?
પ્રકાશિત

ઝારખંડના કોડરમા જિલ્લાનાં 17 વર્ષીય તમન્ના સિંહે આ વર્ષે ત્રીજી મેના રોજ યોજાયેલી નીટ યુજીની પરીક્ષા આપી હતી.

પેપર લીકના આરોપો બાદ આ પરીક્ષા રદ કરવામાં આવી હતી અને ફરીથી લેવામાં આવી હતી. પરંતુ રી-નીટ પરીક્ષા યોજાય તે પહેલાં જ, 31 મેની રાત્રે તમન્નાનું મોત થયું.

પરિવારનું કહેવું છે કે તમન્નાને પોતાના પરિણામને લઈને સંપૂર્ણ વિશ્વાસ હતો.

પરંતુ પેપર લીક વિવાદ, પરીક્ષા રદ થવી અને ફરીથી પરીક્ષા લેવાના નિર્ણય બાદ તે ગંભીર માનસિક તણાવમાં આવી ગઈ હતી.

રિપોર્ટ: મોહમ્મદ સરતાજ આલમ

શૂટ: નિશાંત કુમાર

એડિટ: સદફ ખાન

બીબીસી

ઇમેજ સ્રોત, Family Handout

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન