આ દેશમાં ટ્રમ્પના વિરોધમાં હજારો લોકો રસ્તા પર ઊતર્યા
અલ્બેનિયામાં એક વિવાદાસ્પદ લક્ઝરી પ્રોજેક્ટનો વિરોધ થઈ રહ્યો છે.
આ પ્રોજેક્ટ સાથે અમેરિકાના રાષ્ટ્રપતિનાં દીકરી ઇવાન્કા ટ્રમ્પ અને જમાઈ જારેડ કુશનર જોડાયેલાં હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે.
આ પ્રદર્શન જેમાં હજારો લોકો રસ્તા પર ઊતરી આવ્યા છે જે સતત 13 દિવસથી ચાલી રહ્યું છે.
પ્રદર્શનકારીઓ રાજધાની તિરાના શહેરમાં એકઠા થઈ વડા પ્રધાન એદી રામાના રાજીનામાની માંગ કરી રહ્યા છે.
આ પ્રોજેક્ટ ઝ્વર્નેક–નાર્ટા લગૂન વિસ્તાર અને નિર્જન સાઝાન ટાપુને વિકસાવવાની યોજના છે, જે સંરક્ષિત કુદરતી વિસ્તાર ગણાય છે.
પર્યાવરણવિદોનું માનવું છે કે આ પ્રોજ્ક્ટથી અહીંના વાતાવરણ અને વન્ય જીવનને ગંભીર નુકસાન થઈ શકે છે.
બીજી તરફ, વડા પ્રધાન એદી રામા આ પ્રોજેક્ટનું સમર્થન કરે છે. તેમનું કહેવું છે કે આ અલ્બેનિયાનો અત્યાર સુધીનો આ સૌથી મોટો રોકાણ પ્રોજેક્ટ છે, જેનાથી વિકાસ સાથે પર્યાવરણ સુરક્ષા પણ શક્ય છે.

ઇમેજ સ્રોત, Reuters
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



