You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
કાર્ગો શિપ પર હુમલા બાદ અમેરિકાનો ઈરાન પર ઍટેક, ડોનાલ્ડ ટ્રમ્પ શું બોલ્યા?
- લેેખક, બર્ન્ડ ડિબશમૅન
- પદ, વ્હાઇટ હાઉસ સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ફરી વધી ગયો છે. હાલના ઘટનાક્રમમાં અમેરિકા સેનાએ શુક્રવારે ઈરાનનાં મિસાઇલ ઠેકાણાં-ડ્રૉન ઠેકાણાં તથા કોસ્ટલ રડાર પોઝિશન પર હુમલો કર્યો હતો.
આ કાર્યવાહી તે ડ્રૉન હુમલા બાદ થઈ, જેમાં હોર્મુઝ સ્ટ્રેટથી પસાર થઈ રહેલા એક માલવાહક જહાજ (કાર્ગો શિપ)ને નિશાન બનાવવામાં આવ્યું હતું.
અમેરિકાના સેન્ટકૉમે તેને ઈરાનનું 'યુદ્ધવિરામ ઉલ્લંઘન' જણાવીને ઈરાન પર હુમલો કરી દીધો.
બીજી તરફ ઈરાનની આઈઆરજીસીએ ચેતવણી આપી છે કે જો હુમલો બીજી વખત થયો તો તેનો જવાબ પણ મજબૂત હશે.
આ કાર્યવાહી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના એ નિવેદન બાદ થઈ જેમાં તેમણે ઈરાન પર યુદ્ધવિરામના 'મુર્ખતાપૂર્વક ઉલ્લંઘન' કરવાનો આરોપ લગાવ્યો હતો.
હુમલા પહેલાં ટ્રમ્પે ઈરાનને કઈ ચેતવણી આપી હતી?
ગુરુવારે હોર્મુઝ સામુદ્રધુનીમાં એક જહાજ પર એક ડ્રૉનથી એક તરફી ઍટેક કરવામાં આવ્યો હતો.
આ ઘટનામાં કોઈ જાનહાનિ નહોતી થઈ. ત્યાં ફસાયેલા હજારો નાગરિકોને બહાર કાઢવાની યોજના બનાવવામાં આવી.
ત્યાર પછી વ્હાઇટ હાઉસમાં શુક્રવારે બપોરે ટ્રમ્પે પત્રકારોને કહ્યું કે તેઓ નહીં જણાવે કે અમેરિકા ડ્રૉન હુમલાનો જવાબ કેવી રીતે આપશે કે યુદ્ધવિરામ સમજૂતીને તેઓ માને છે કે નહીં?
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "તમને ખબર પડી જશે, મને એ યોગ્ય નહોતું લાગ્યું કે કાલે તેમણે હુમલો કર્યો. તેમણે આમ નહોતું કરવું જોઈતું હતું."
જ્યારે તેમને એમ પૂછવામાં આવ્યું કે ઈરાન આવું શા માટે કરે?
ટ્રમ્પે તેનો જવાબ આપ્યો, "તેઓ થોડા અલગ છે."
શુક્રવારે જ અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ જણાવ્યું કે તેણે ઈરાનના મિસાઇલ-ડ્રૉનનાં ઠેકાણાં પર તથા કોસ્ટલ રડાર પોઝિશન પર હુમલો કરી દીધો છે.
ઈરાનની ઇસ્લામિક રિવૉલ્યૂશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)એ આ હુમલા માટે અમેરિકા અને ઇઝરાયલને જવાબદાર ઠેરવ્યાં.
ઈરાને અમેરિકાને કઈ ચેતવણી આપી?
ઈરાનની આઈઆરજીસીએ શુક્રવારે થયેલા હુમલા બાદ અમેરિકા અને ઇઝરાયલ પર 'યુદ્ધવિરામના ઉલ્લંઘન'નો આરોપ લગાવ્યો.
આઈઆરજીસીએ કહ્યું, "સમજૂતી તોડનારું અમેરિકાનું શાસન હંમેશાંની માફક પોતાના વાયદા તોડે છે. અલગ-અલગ બહાનાં હેઠળ ઈરાનના તટ પર હવાઈ હુમલાઓની કાર્યવાહી કરે છે."
આઈઆરજીસીએ ચેતવણી આપતા આગળ કહ્યું, "જો બીજી વખત હુમલો થશે તો અમારો જવાબ મજબૂત હશે."
આઈઆરજીસીએ ઇઝરાયલ પર પણ લેબનોનમાં 'યુદ્ધવિરામના ઉલ્લંઘન'નો આરોપ લગાવ્યો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન