You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગુજરાતનું હવામાન : ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે, શું છે આગાહી?
ગુજરાતનું હવામાન : ગુજરાતમાં ગરમી વધશે કે ઘટશે, શું છે આગાહી?
મે મહિનાની શરૂઆત સાથે જ ગુજરાત સહિત દેશભરમાં હવામાનમાં પલટો જોવા મળી રહ્યો છે.
ગુજરાતમાં 5થી 7 મે વચ્ચે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારો અને પૂર્વ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે.
હાલમાં રાજકોટ 42 ડિગ્રીથી વધુ તાપમાન સાથે સૌથી ગરમ શહેર છે, પરંતુ 6 મેથી ગરમીમાં ઘટાડો થવાની શરૂઆત થશે.
11 મે સુધી લોકોને ગરમીથી રાહત મળશે અને ત્યારબાદ ફરીથી તાપમાન વધશે.
દેશના અન્ય રાજ્યોમાં પણ પ્રી-મોન્સૂન ઍક્ટિવિટી શરૂ થઈ ગઈ છે, જેના કારણે હીટવેવની સ્થિતિમાંથી રાહત મળવાની સંભાવના છે.
વીડિયો : દીપક ચુડાસમા
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન