'અફઘાનિસ્તાનમાં મહિલાઓ પર થનારા જુલમની ચર્ચા થાય, મારાં કપડાંની નહીં', પૂર્વ ટીવી પત્રકારે આલોચના બાદ આપ્યો આ જવાબ

ઇમેજ સ્રોત, Instagram/@karimi_golali
- લેેખક, બીબીસી મૉનિટરિંગ
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 2 મિનિટ
અફઘાનિસ્તાનનાં પૂર્વ પત્રકાર અને ટીવી પ્રેઝન્ટર ગોલાલી કરીમીનાં કપડાં તથા તેમની લાઇફસ્ટાઇલને લઈને સોશિયલ મીડિયા પર અફઘાની નાગરિકો વચ્ચે ચર્ચા ચાલી રહી છે.
કરીમી હવે ફ્રાન્સમાં મૉડલ તરીકે કામ કરે છે. તેઓ ઇન્સ્ટાગ્રામ તથા ટિકટૉક પર ઍક્ટિવ છે. ઇન્સ્ટાગ્રામ પર તેમના 2.8 લાખ અને ટિકટૉક પર 2.3 લાખ ફૉલોઅર્સ છે.
પહેલાં તેઓ અફઘાનિસ્તાનમાં શમશાદ ટીવી, લેમર ટીવી અને પછી પેરિસમાં બેગમ ટીવીમાં કામ કરી ચૂક્યાં છે.
2 જૂને ડૉયચે વેલે દારીએ 'કંધારથી પેરીસ. ગોલાલી કરીમીની વિવાદિત કહાણી' શીર્ષકથી એક વીડિયો રિપોર્ટ પ્રકાશિત કર્યો હતો.
રિપોર્ટમાં કહેવાયું છે કે સોશિયલ મીડિયા પર ઘણા અફઘાન યુઝર્સનું કહેવું છે કે કરીમીનો પહેરવેશ અને લાઇફસ્ટાઇલ અફઘાનિસ્તાનની ધાર્મિક અને સાંસ્કૃતિક પરંપરાઓ વિરુદ્ધ છે.
કરીમીએ પોતાનો બચાવ કરતાં કહ્યું, "હું તેવાં કપડાં પહેરવાનું પસંદ કરું છું જેમાં હું પોતાને સેક્સી અને ખુશ હોવાનો અનુભવ કરું."
આલોચના પર કરીમીનો જવાબ

ઇમેજ સ્રોત, DEUTSCHE WELLE DARI/YOUTUBE
તેમણે કહ્યું, "હું હવે સિનેમા અને મૉડલિંગ કરી રહી છું. તેથી અહીંનાં કપડાં અફઘાનિસ્તાનથી અલગ છે. લોકો વિચારે છે કે મારાં કપડાં અને અંદાજને કારણે હું સેક્સી ફિલ્મોમાં કામ કરું છું, તો મને પરેશાની અનુભવાય છે."
કરીમીએ એમ પણ કહ્યું કે પેરિસમાં અફઘાનિસ્તાનના કેટલાક લોકોએ તેના પર હુમલો પણ કર્યો. સુરક્ષાનાં કારણોસર તેમણે અત્યાર સુધી ચાર વખત ઘર બદલવું પડ્યું.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "મને કહેવામાં આવ્યું કે તુ પશ્તૂન યુવતી છે, તારે આ પ્રકારનાં કપડાં નહીં પહેરવા જોઈએ."
ઇન્ટર્વ્યૂમાં કરીમીએ જણાવ્યું કે તેમણે પહેલાં તાબિલાનના મુખ્ય પ્રવક્તા જબીહુલ્લાહ મુજાહિદનો ઇન્ટર્વ્યૂ લીધો હતો. બાદમાં મુજાહિદે તેમને ફોન અને વૉઇસ મૅસેજ કરીને કહ્યું કે એક મુસ્લિમ અને પશ્તૂન યુવતી હોવાને કારણે તેમણે તેમના પહેરવેશનું ધ્યાન રાખવું જોઈએ.
કરીમીએ કહ્યું કે તેમને જવાબ આપવાની જગ્યાએ તેમણે મુજાહિદને બ્લૉક કરી દીધા કારણકે તેઓ સમય બદબાદ નહોતા કરવા માગતા.
7મી જૂને અફઘાન બ્રૉડકાસ્ટિંગ નેટવર્ક (એબીએન)થી પાત કરતા કરીમીએ તાલિબાનની આલોચના કરી. તેમણે કહ્યું કે, "જ્યાં લોકોને પોતાનાં કપડાં અને દાઢી સુધીનો નિર્ણય લેવાની આઝાદી નથી અને ડરનો માહોલ છે, ત્યાં બુનિયાદી અધિકારો પર ચૂપ રહેવું સૌથી મોટી સમસ્યા છે."
સોશિયલ મીડિયા પર પ્રતિક્રિયા

ઇમેજ સ્રોત, Instagram/@karimi_golali
અફગાનિસ્તાનના મહત્તમ સોશિયલ યુઝર્સે કરીમીની આલોચના કરતા તેના પર સમાજના નિયમો તોડવાનો આરોપ લગાવ્યો. કેટલાક લોકેએ તેના નિર્ણયનું સમર્થન પણ કર્યું.
યુઝર વતનદોસ્તે લખ્યું, "આ આઝાદી નથી પરંત અનૈતિકતાનો ફેલાવો છે. જે પારંપરિક મૂલ્યોને સમાપ્ત કરે છે."
યુઝર ગોરબોઝે આરોપ લગાવ્યો કે કરીમીએ 'આઝાદી'ના નામે અફઘાનિસ્તાનની રાષ્ટ્રીય અને ઐતિહાસિક સંસ્કૃતિથી મોં ફેરવી લીધું છે.
તેમણે એમ પણ લખ્યું કે "કંધારના કિજિલબાશ સુમદાયથી આવનારી યુવતી ગોલાલી કરીમીએ શરમ અને નૈતિકતાની તમામ સરહદો ઓળંગી દીધી છે."
ત્યાં એક ટિપ્પણીકાર હબીબ ખાને લખ્યું, "તાલિબાન તેમનાં જેવી પશ્તૂન મહિલાઓને જોખમ માને છે. કારણકે તાલિબાનના મહત્તમ સભ્યો પશ્તૂન છે."
કરીમીના સમર્થનમાં એક યુઝર્સે લખ્યું, "પશ્ચિમી દેશોમાં લોકો કપડાંઓ પર ધ્યાન નથી આપતા. અફઘાનિસ્તાનમાં રોજ બળાત્કાર, અપરાધ, અપહરણ અને દમનના સમાચારો આવતા રહે છે. અસલી ચિંતા તેના પર થવી જોઈએ."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















