ગુજરાતમાં વરસાદની સ્થિતિ હજુ પણ નબળી, આજે ક્યાં પડશે છૂટોછવાયો વરસાદ?

ઇમેજ સ્રોત, Getty Images
ગુજરાતના અનેક જિલ્લામાં દુષ્કાળ જેવી સ્થિતિ છે અને હજુ પણ વરસાદ વરસી રહ્યો નથી.
એવામાં ચોમાસું પણ તેના અંતિમ તબક્કામાં હોવાથી ખેડૂતો ચિંતામાં છે.
સૌના મનમાં એ જ સવાલ છે કે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ વરસશે કે નહીં. કારણ કે ઑગસ્ટ મહિનામાં લગભગ મોટા ભાગના જિલ્લામાં વરસાદ વરસ્યો નથી.
જોકે, આગામી સમયમાં થોડી રાહત મળી શકે છે.
આજે ક્યાં પડી શકે વરસાદ?

ઇમેજ સ્રોત, IMD
આજે 31 ઑગસ્ટના રોજ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
એ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી જેવાં સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં પણ કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
પહેલી અને બીજી સપ્ટેમ્બરે પણ લગભગ આવી જ સ્થિતિ જળવાઈ રહેશે અને આ જિલ્લામાં છૂટોછવાયો વરસાદ પડશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પહેલી સપ્ટેમ્બરના રોજ ઉત્તર ગુજરાતના જિલ્લાઓ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં છૂટાંછવાયાં સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
એ સિવાય દક્ષિણ ગુજરાતના ભરૂચ, વડોદરા, નર્મદા, સુરત, ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમણ, દાદરા અને નગર હવેલી જેવાં સ્થળોએ પણ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
સૌરાષ્ટ્ર-કચ્છમાં સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર-સોમનાથ, બોટાદ અને દીવમાં પણ કેટલાંક સ્થળોએ છૂટોછવાયો વરસાદ વરસી શકે છે.
ગુજરાતમાં સપ્ટેમ્બરના પહેલા અઠવાડિયાથી વરસાદ પડી શકે

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગના લાંબાગાળાના પૂર્વાનુમાન અનુસાર, ચોથી સપ્ટેમ્બરથી ગુજરાતમાં ફરી વરસાદ પડી શકે છે.
ચોથી સપ્ટેમ્બરથી ગુજરાતના ઘણા જિલ્લામાં સારો વરસાદ પડી શકે છે.
દક્ષિણ ગુજરાતના વિસ્તારો વલસાડ, ડાંગ, તાપી વગેરેમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે.
સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં ચોથી સપ્ટેમ્બર પછી મધ્યમ પ્રકારનો વરસાદ પડી શકે છે, પરંતુ અતિશય સારો વરસાદ થવાની સંભાવના દેખાઈ રહી નથી.
સપ્ટેમ્બરના બીજા અઠવાડિયામાં પણ હળવોથી મધ્યમ વરસાદ વરસી શકે છે અને ત્રીજા અઠવાડિયામાં વરસાદમાં ફરી વધારો થઈ શકે છે.
ભારતમાં ચોમાસાની વિદાયની અધિકૃત તારીખ 17 સપ્ટેમ્બર છે પરંતુ એ પછી પણ ગુજરાતમાં વરસાદ પડી શકે છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























