બસ જેટલી વિશાળ આ માછલીનું નામ શું છે?
બસ જેટલી વિશાળ આ માછલીનું નામ શું છે?
પ્રકાશિત
વેલ્સના દરિયાકિનારે એક ફ્રી ડાઇવરને વિશાળ જેલીફિશ જોવા મળી હતી.
ડાઇવર ઇસ્ટિન મોર્ગનું કહેવું છે કે આ જેલીફિશને 'બસ જેટલી લાંબી' હતી. જેની લંબાઈ આશરે 10થી 15 મીટર હતી
ઇસ્ટિન મોર્ગને વધુમાં જણાવ્યું હતું કે એ લાયન્સ મેન જેલીફિશ હતી, આ જેલીફિશ તેમને વેલ્સના દરિયામાં પહેલીવાર દેખાઈ હતી.
ઇસ્ટિન દરિયાઈ જીવસૃષ્ટિના વીડિયો બનાવીને સમુદ્ર સામેના જોખમો અંગે જાગૃતિ ફેલાવે છે.
લાયન્સ મેન જેલીફિશ સામાન્ય રીતે સ્કૉટલેન્ડના ઠંડા પાણીમાં જોવા મળે છે.
મરીન બાયોલૉજિસ્ટના જણાવ્યા પ્રમાણે, તેનો ડંખ પીડાદાયક હોઈ શકે છે, પરંતુ તે ખતરનાક નથી.




