રસોઈમાં તેલનો વપરાશ ઘટાડવાની પીએમ મોદીની અપીલ વિશે રાજકોટવાસીઓ શું બોલ્યા?
રસોઈમાં તેલનો વપરાશ ઘટાડવાની પીએમ મોદીની અપીલ વિશે રાજકોટવાસીઓ શું બોલ્યા?
પ્રકાશિત
રવિવારે સિકંદરાબાદ ખાતે પોતાના ભાષણમાં, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતીયોને પેટ્રોલ અને ડીઝલમાં કરકસર કરવા, શક્ય હોય એટલું વર્ક-ફ્રૉમ-હોમ અપનાવવા, એક વર્ષ સુધી સોનાની ખરીદી ટાળવા, અને એક વર્ષ સુધી રસોઈ માટેનું તેલ ઓછું વાપરવાની સાથે આ સમયગાળા દરમિયાન લોકોને વિદેશયાત્રા ટાળવાની પણ અપીલ કરી હતી.
એ પછી વડોદરામાં પણ તેમણે એ જ વાત કરી હતી. 36 કલાક કરતાં ઓછા સમયમાં બે વખતની અપીલને કારણે લોકોમાં આના વિશે ચર્ચા શરૂ છે.
પીએમ મોદીના કહેવા પ્રમાણે, ખાદ્યતેલનો ઓછો વપરાશ કરવાથી ન કેવળ વિદેશી હુંડિયામણની બચત થશે, પરંતુ લોકોના આરોગ્યને પણ ફાયદો થશે.
ભારત તેના ખાદ્યતેલની કુલ જરૂરિયાતના 55થી 60 ટકા તેલ અલગ-અલગ સ્વરૂપે વિદેશથી આયાત કરે છે.
ત્યારે સૌરાષ્ટ્રમાં ખાદ્યતેલનું મોટું મથક મનાતા રાજકોટવાસીઓ પીએમ મોદીની આ અપીલ વિશે શું માને છે, જાણીએ આ વીડિયોમાં.




