'આ છેતરપિંડી નથી તો શું છે?', મોરબીના જેતપરમાં ઉપવાસ કરતા ખેડૂતનાં પત્નીએ ખેતરની હાલત જોઈને શું કહ્યું?

વીડિયો કૅપ્શન, 'આ છેતરપિંડી નથી તો શું છે?', મોરબીના જેતપરમાં ઉપવાસ કરતા ખેડૂતનાં પત્નીએ ખેતરની હાલત જોઈને શું કહ્યું?
'આ છેતરપિંડી નથી તો શું છે?', મોરબીના જેતપરમાં ઉપવાસ કરતા ખેડૂતનાં પત્નીએ ખેતરની હાલત જોઈને શું કહ્યું?
પ્રકાશિત

છેલ્લા અગિયાર દિવસથી જેતપરમાં ખેડૂતો ઉપવાસ પર બેઠા છે. લોકો આશા રાખી રહ્યા છે કે તેમના આ વિરોધનું સરકાર યોગ્ય રીતે નિરાકરણ લાવશે.

આ બધાની વચ્ચે ઉપવાસી ખેડૂત મેહુલ અમૃતિયાનાં પત્ની જ્યારે પોતાના ખેતરની મુલાકાતે ગયાં ત્યારે કેટલાક લોકો વીજથાંભલાના ખાડા ખોદી રહ્યા હતા.

આ દૃશ્યો જોઈને તેમને ધ્રાસકો પડ્યો હતો. એકતરફ ખેડૂત આંદોલન પર બેઠા છે ને બીજી તરફ તેમના ખેતરમાં વીજથાંભલા નાખવાની કામગીરી ચાલી રહી હોવાનું પણ કેટલાકના ધ્યાને આવતાં સરકારની ખાતરી પર પણ સવાલો ઉઠ્યા છે.

પોતાના ખેતરમાં વીજથાંભલા નાખવાનું કામ ચાલી રહ્યું હોવાનું નજરે પડતાં ત્યાં કેવી સ્થિતિનું નિર્માણ થયું અને ખેડૂત પરિવારે આ મામલે શું કહ્યું એ જુઓ આ વીડિયોમાં.

ખેડૂત આંદોલન, વીજથાંભલા, બીબીસી, ગુજરાતી 'આ છેતરપિંડી નથી તો શું છે?', મોરબીના જેતપરમાં ઉપવાસ કરતા ખેડૂતનાં પત્નીએ ખેતરની હાલત જોઈને શું કહ્યું?

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન