'બાળકોને વૉશિંગ મશીનમાં નાખી દીધાં, જેટ સ્પ્રેથી બાળકોના મોઢામાં પાણીની ધાર છોડી'

ઇમેજ સ્રોત, Getty Images
- લેેખક, ઇમરાન કુરેશી
- પદ, બૅંગલુરુથી બીબીસી હિન્દી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
(આ અહેવાલની કેટલીક વિગતો તમને વિચલિત કરી શકે છે)
પોલીસે બૅંગલુરુમાં એક ક્રેચની મહિલા કર્મચારીઓ સામે નાનાં બાળકોની સાથે અમાનવીય વ્યવહાર કરવાનો આરોપમાં કેસ નોંધ્યો છે.
પોલીસ કેસની તપાસ કરી રહી છે. આરોપ છે કે તેઓ બાળકોને વૉશિંગ મશીનમાં નાખી દેતી હતી અને તેમનાં મોઢામાં શૌચાલયના જેટ સ્પ્રેથી પાણી નાખતી હતી.
આ ડે-કેર ક્રેચ બૅંગલુરુ પૂર્વમાં આઇટી ક્ષેત્રની મોટી કંપની કૅપજેમિનીના કર્મચારીઓ માટે આઉટસોર્સ કરાયેલી સુવિધા હતી.
કંપનીએ સત્તાવાર કહ્યું કે તે હાલમાં આ ક્રેચને અસ્થાયી રીતે બંધ કરી રહી છે. કંપનીએ સત્ય સામે લાવવા માટે અધિકારીઓને પૂરો સહયોગ આપવાનો વિશ્વાસ અપાવ્યો છે.
આ મામલે ડે-કેર સેન્ટરનાં એક કેરટેકરની પોલીસે ધરપકડ કરી છે.
કેરટેકર વિજયલક્ષ્મીને કોર્ટમાં રજૂ કરાયાં, જ્યાંથી તેમને ન્યાયિક હિરાસતમાં મોકલી દેવાયાં છે.
પોલીસે એફઆઇઆરમાં જે પાંચ મહિલાનાં નામ છે, તેમને પૂછપરછ માટે રજૂ થવાનું કહ્યું છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
નામ ન આપવાની શરતે એક પોલીસ અધિકારીએ બીબીસી ન્યૂઝ હિન્દીને આ માહિતી આપી છે.
આ મામલે પોલીસે શનિવારે બીજી ધરપકડ કરી છે. લાંબી પૂછપરછ બાદ સુજાતાની ધરપકડ કરાઈ છે.
સુજાતાને ગત મહિને ડે-કેર સેન્ટરની નોકરીમાંથી કાઢી મૂક્યાં હતાં. જોકે તેમને કેમ કાઢવામાં આવ્યાં એ માહિતી સામે આવી નથી.
કમસે કમ એક વાલીએ જણાવ્યું કે ડે-કેર સેન્ટરની કેરગિવર્સના કથિત દુર્વ્યવહાર બાદ તેમની પુત્રી 'માનસિક આઘાત'માંથી પસાર થઈ રહી છે.
તો બૅંગલુરુ પોલીસ કમિશનર સીમાંતકુમાર સિંહે બીબીસી હિન્દીને કહ્યું, "અમે કેસની તપાસ કરી રહ્યા છીએ. જો આવી કોઈ ઘટના ખરેખર ઘટી હશે તો આ બહુ ચિંતાજનક અને બહુ ગંભીર મામલો છે."
બૅંગલુરુ પોલીસ કમિશનર સીમાંતકુમાર સિંહે બીબીસી ન્યૂઝ હિન્દીને કહ્યું, "એક વાલીએ પોતાની બાળકીના વર્તનમાં ફેરફાર આવ્યાની વાત કહી છે. અમે બે અન્ય વાલીઓનાં નિવેદન પણ લીધાં છે. પરંતુ અન્ય 32 બાળકોના વાલીઓમાંથી હજુ સુધી કોઈ પોલીસ સામે નિવેદન આપવા આવ્યું નથી."
સીમાંતકુમાર સિંહે કહ્યું, "બાળકો બહુ નાનાં છે. ડે-કેર સેન્ટરમાં માત્ર એકથી ત્રણ વર્ષની વયનાં બાળકોને રાખવામાં આવે છે. અને તેમને પણ મહિનામાં માત્ર 12 દિવસ સેન્ટરમાં આવવાનું હોય છે, જ્યારે તેમની માતા ઑફિસમાં કામ કરવા જાય છે. બાકીના દિવસોમાં તેઓ વર્કફ્રૉમ હોમ કરે છે."
આખો મામલો કેવી રીતે બહાર આવ્યો?

ઇમેજ સ્રોત, DCPC, Bangluru East
જ્યારે ચાઇલ્ડ હેલ્પલાઇનમાં એક ફોન આવ્યો ત્યારે આ મામલો સામે આવ્યો, જેમાં આરોપ લગાવાયો હતો કે બે-ત્રણ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકો સાથે ખરાબ વ્યવહાર કરાઈ રહ્યો છે.
બૅંગલુરુ પૂર્વ જિલ્લા બાળ સંરક્ષણ એકમના લૉ ઑફિસર તિલકેશકુમારે બીબીસી હિન્દીને આ માહિતી આપી છે.
તેમણે કહ્યું, અમે ફરિયાદ કરનારાઓને માહિતી આપવા કહ્યું અને અમને વીડિયો મળ્યા."
બાદમાં એ ફરિયાદને પોલીસે એફઆઇઆરના રૂપમાં નોંધી છે.
વીડિયોમાં એક રૂમમાં ફર્શ પર બેઠેલાં બાળકો રોતાં દેખાઈ રહ્યાં છે. બાદમાં ટૉઇલેટમાં તેમના પર જેટ સ્પ્રેથી પાણી નખાઈ રહ્યું છે. વીડિયોમાં બાળકોને વૉશિંગ મશીનના ડ્રમમાં નાખતા પણ જોઈ શકાય છે.
તિલકેશકુમારે પુષ્ટિ કરી છે કે શરૂઆતમાં એક પૂર્વ કર્મચારીએ ફરિયાદ કરી હતી, જેને કથિત રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
તેમણે કહ્યું, "અમને ખબર નથી કે તેમને નોકરીમાં કેમ કાઢી મૂક્યા. વીડિયોમાં બે બાળકો સાથે દુર્વ્યવહાર જોઈ શકાય છે. અમને કંપની પાસેથી બાળકોનાં માતાપિતા અંગે માહિતી મળી નથી."
આઇટી કંપની પરિસરમાં મોજૂદ ડે-કેર ક્રેચમાં કેસ નોંધાઈ ગયો છે.

એક પોલીસ અધિકારી (જેમને મીડિયા સાથે વાત કરવાની મંજૂરી નથી અપાઈ)એ કહ્યું, "જે પાંચ મહિલા સામે ફરિયાદ નોંધાઈ છે, તેમના કોઈ વકીલે હજુ સુધી પ્રતિનિધિત્વ કર્યું નથી."
જ્યારે આરોપી કે તેમના કાયદાકીય પ્રતિનિધિ પોતાનો પક્ષ મૂકશે ત્યારે અમે અહેવાલને અપડેટ કરીશું.
તિલકેશકુમારે કહ્યું કે ડે-કેર ક્રેચના માલિક સોસિઅટે બેબી જેનરલ ઑસ્ટ્રેલિયામાં રહે છે. ક્રેચના સુપરવાઇઝરને મુખ્ય આરોપી તરીકે નોંધવામાં આવ્યા છે.
કૅપજેમિનીએ કહ્યું કે તેમની "સૌપ્રથમ પ્રાથમિકતા પોતાના કર્મચારીઓ અને તેમના પરિવારોનાં સ્વાસ્થ્ય, સુરક્ષા અને કલ્યાણ છે."
કંપનીએ વધુમાં કહ્યું કે તે સંબંધિત અધિકારીઓ સાથે પૂરો કરી રહી છે અને તથ્યોની પુષ્ટિ કરવામાં મદદ કરી રહી છે. સાવધાનીના ભાગરૂપે કંપનીએ બૅંગલુરુસ્થિત પોતાની ઑન-કૅમ્પસ ડે-કેર સુવિધાને અસ્થાયી રૂપે બંધ કરી દીધી છે.
આઇટી કંપની કૅપજેમિનીએ આ મામલે બીજું નિવેદન આપ્યું છે.
નિવેદન અનુસાર, "અમારા ડે-કેર સેવા આપનારી સખત તપાસ કરાય છે. આ સુવિધાઓ એ કર્મચારીઓની મદદ માટે છે, જે પોતાનાં બાળકોની જવાબદારી આ કેન્દ્રોને સોંપે છે. આ અમારી ટીમના સભ્યો પ્રત્યે અમારી પ્રતિબદ્ધતાનો મહત્ત્વનો ભાગ છે."
કંપનીએ પ્રભાવિત પરિવારો માટે 'ઍમ્પૉલૉઇ આસિસ્ટન્ટ પ્રોગ્રામ હેઠળ ડેડિકેટેડ કાઉન્સિંલ અને જરૂર પ્રમાણે વર્કફ્રૉમ હોમની સહજ સુવિધા' આપવાનું એલાન કર્યું છે.
કંપનીએ કહ્યું કે તે ભારતમાં પોતાના બધા એકમોમાં મોજૂદ બધા ડે-કેર સેવા આપનારાની ફરીથી સમીક્ષા કરી રહી છે.
અધિકારીઓએ કહ્યું કે કંપનીએ પોલીસ કે જિલ્લા બાળ સંરક્ષણ એકમને બાળકોનાં માતાપિતા અંગે કોઈ માહિતી આપી નથી.
બૅંગલુરુના પોલીસ કમિશનર સીમાંતકુમાર સિંહે કહ્યું કે તેમનો વિભાગ અન્ય કંપનીઓમાં આવા મામલાને રોકવા માટે દિશાનિર્દેશો તૈયાર કરવા સંબંધિત અધિકારીઓને પત્ર લખશે.
બાળ ન્યાય (બાળકોની સારસંભાળ અને સંરક્ષણ) અધિનિયમની કલમ 75 હેઠળ કોઈ પણ વ્યક્તિ જો બાળકોની સારસંભાળની જવાબદારીમાં રહેતા તેની મારઝૂડ કરે કે દુર્વ્યવહાર કરે કે માનસિક કે શારીરિક કષ્ટ આપે તો તેને ત્રણ વર્ષની કઠોર કારાવાસ કે એક લાખ રૂપિયાનો દંડ કે બંને સજા થઈ શકે છે.
લેખિત ફરિયાદ બાદ કાર્યવાહી

તિલકેશકુમારે જણાવ્યું કે "પૂછપરછ દરમિયાન કૉલરે અમને જણાવ્યું કે બાળકોને ફ્રન્ટ-લૉડિંગ વૉશિંગ મશીનમાં નાખવામાં આવતાં હતાં, બાથરૂમ બંધ કરી દેવાતું અને વેસ્ટર્ન કમોડમાં લાગેલા જેટ સ્પ્રેથી તેમના મોઢામાં પાણીની ધાર કરવામાં આવતી."
"ત્યાર બાદ 29 જૂને અમે એક લેખિત ફરિયાદ મળી, જેમાં ઘટનામાં સામેલ બધા લોકોની માહિતી હતી. આ માહિતી મળ્યા બાદ અમે પોલીસને સાથે રાખીને સૌથી પહેલા ઘટનાસ્થળનું નિરીક્ષણ કર્યું. નિરીક્ષણ દરમિયાન અમે પુષ્ટિ કરી કે ફરિયાદમાં જણાવેલી જગ્યા એ જગ્યા હતી જ્યાં ઘટના ઘટી હતી. ઘટનાસ્થળના નિરીક્ષણ બાદ અમે પોલીસ સ્ટેશન આવ્યા અને ફરિયાદ નોંધાવી."
કર્ણાટક સ્ટેટ કમિશન ફૉર પ્રોટેક્શન ઑફ ચાઇલ્ડ રાઇટ્સના ચૅરપર્સન સંતોષકુમારે બીબીસી ન્યૂઝ હિન્દીને કહ્યું કે ડે-કેરમાં 35 બાળકો છે.
તેમણે કહ્યું, "અમારી પાસે હજુ બાળકોનું આખું લિસ્ટ નથી. અમે કંપની પાસેથી લિસ્ટ માગ્યું હતું, પરંતુ તેણે કહ્યું કે કંપની પોલીસને સોંપશે. અમે તેને બધાં 35 બાળકો અને તેમનાં માતાપિતાની સંપૂર્ણ માહિતી આપવાનું કહ્યું છે."
"અમે કમિશનના માધ્યમથી બાળકોનું કાઉન્સેલિંગ કરવાની વ્યવસ્થાની યોજના બનાવી રહ્યા છીએ. ધરપકડની વાત કરીએ તો ડે-કેર સેન્ટરમાં 14 લોકો કામ કરતા હતા. તેમાંથી કોઈ પણ ત્યારે ત્યાં હાજર નહોતું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















